Abtak Media Google News

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરરોજ અનેક જગ્યાઓ પરથી અકસ્માતની ઘટનાઓ સતત સામે આવતી રહે છે.ત્યારે આજ રોજ અરવલ્લીમાં એક એવો જ ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની છે જ્યાં રાજસ્થાનની બોર્ડર નજીક સરથુણા ચોકડી નજીક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્ય હતા.

મૃતક ત્રણેય યુવકો પંચમહાલ જિલ્લાના હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટયા હતા. અકસ્માતને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.