Abtak Media Google News

સેસ પેટે રેકોર્ડ બ્રેક 11,931 કરોડ રૂપિયાની આવક નોંધાઇ

દેશનું માસિક જીએસટી ક્લેક્શન સતત 12માં મહિને 1.40 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહેતા સરકારી તિજોરી છલકાઇ ગઇ છે. ફેબ્રુઆરી 2023માં સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતના જીએસટી વસૂલાતમાં પણ વધારો થયો છે. ગુડ્સ અને સર્વિસ ટેક્સ હેઠળ કર વસૂલાતમાં સતત વધારો થતા કેન્દ્ર સરકારની તિજોરી છલકાઇ રહી છે. આજે નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ફેબ્રુઆરી 2023માં કુલ જીએસટી ક્લેક્શન વાર્ષિક ધોરણે લગભગ 12 ટકા વધીને 1,49,577 કરોડ રૂપિયા થયું છે.

આમ સતત 12 મહિના માસિક જીએસટી કર વસૂલાત 1.40 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહી છે. જે દેશમાં વધી રહેલી આર્થિક પ્રવૃત્તિ અને કર વસૂલાતની કામગીરી કડક- સુવ્યવસ્થિત રીતે થતી હોવાના સંકેત આપે છે.નાણાંણા મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં દેશનું કુલ જીએસટી ક્લેક્શન 12 ટકા વધીને 1,49,577 કરોડ રૂપિયા થયુ છે. આ સાથે સતત 12 મહિના માટે માસિક જીએસટી રેવન્યુ કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું છે.

ફેબ્રુઆરી 2022માં જીએસટી હેઠળ કુલ કર વસૂલાત 1,33,026 કરોડ રૂપિયા નોંધાઇ હતી. ફેબ્રુઆરી 2023ના કુલ જીએસટી કલેક્શનમાં સેન્ટ્રલ જીએસટી  27,662 કરોડ કરોડ, સ્ટેટ જીએસટી 34,915 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ જીએસટી  75,069 કરોડ રૂપિયા અને સેસ પેટે 11,931 કરોડ રૂપિયાની વસૂલાતનો સમાવેશ થાય છે. નાણા મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં માલસામાનની આયાતથી કર વસૂલાતમાં 6 ટકાનો વધારો થયો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, આ મહિનામાં સૌથી વધુ સેશ કલેક્શન પણ જોવા મળ્યું છે. 11,931 કરોડ રૂપિયાની સેસની વસુલાત પણ થયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.