Abtak Media Google News

દરરોજ દશ થી બાર નવા શોપ લાયસન્સ માટે અરજી:રિન્યુ માટે પણ ઢગલાબંધ અરજીઓ

જીએસટી કાયદાની અમલવારી સાથે જ મોરબી પાલિકાની શોપ એક્ટ શાખામાં અરજદારોનો ધસારો જોવા મળી રહ્યો છે અગાઉ મહિને માંડ દશ બાર નવી અરજી આવતી તેના સ્થાને બે માસથી દરરોજની દશ-દશ અરજીઓ આવી રહી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ ૧ જુલાઈથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદાનો અમલ શરુ થતા જ મોરબી પાલિકામાં શોપ એક્ટ લાયસન્સ કઢવવા માટે અરજદારો ઉમટી રહ્યા છે.જીએસટી રજીસ્ટ્રેશન માટે શોપ એક્ટ લાયસન્સ પ્રાથમિક જરૂરિયાત હોય તમામ ધંધાર્થીઓ શોપ એક્ટ લાયસન્સ કઢાવવા આવી રહ્યા છે. શોપ એક્ટ શાખાના અધિકારી આંનદભાઈ દવેના જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકા માં અગાઉ દરરોજ ફક્ત બે કે ત્રણ અરજીઓ આવતી હતી પરંતુ જીએસટી આવતા દરરોજ દશેક અરજીઓ આવી રહી છે. પાલિકામાં શોપ એક્ટ લાયસન્સ માટે નવી અરજીઓ આવવાની સાથે-સાથે રીન્યુ માટે પણ મોટા પ્રમાણમાં અરજીઓ આવી રહી છે પરિણામે નગરપાલિકામાં ફીની આવક વધવાની સાથે વ્યવસાય વેરાની આવકમાં પણ ઘણો મોટો વધારો થવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.