Abtak Media Google News

પ્રિન્સિપલ એડિશનલ ડાયરેક્ટર જનરલ જીએસટી ટેક્સપેયર એન્ડ કસ્ટમ્સ તરીકે ફરજ બજાવતા કુમાર સંતોષ પાસે ગુજરાત, રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ દીવ-દમણ અને દાદરાનગર હવેલીના રાજ્યોનો કાર્યભાર : અબતક સાથે ધરાવે છે પારિવારિક ધરોબો

 

અબતક, રાજકોટ

છેલ્લા લાંબા સમયથી જીએસટીને લઇ કરદાતાઓ અને તેના સ્ટેકફોલ્ડરમાં ઘણી અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. પરંતુ  ક્યાંકને ક્યાંક વાસ્તવિકતા પણ અલગ જ છે. સરકાર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇંડાઈરેક્ટ ટેક્ષીસ એટલે કે સીબીઆઇસી હરહંમેશ જીએસટીના કરદાતાઓ માટે સતત ચિંતા ખુશ રહે છે અને જીએસટી સિસ્ટમને કેવી રીતે સુદ્રઢ બનાવી શકાય તે દિશામાં તેમના દરેક પગલાઓ જોવા મળતા હોય છે. આ મુદ્દે અબતક સાથે પારિવારિક સંબંધ ધરાવનાર પ્રિન્સિપલ એડિશનલ ડાયરેક્ટર જનરલ જીએસટી ટેક્સપેયર એન્ડ કસ્ટમ્સ  કુમાર સંતોષ કે જેમની પાસે ગુજરાત, રાજસ્થાન મધ્ય પ્રદેશ છત્તીસગઢ દીવ-દમણ અને દાદરાનગર હવેલીના રાજ્યોનો કાર્યભાર છે તેઓએ અબતકને એક્સલુઝીવ ઈન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે, જે સમયથી જીએસટી ની અમલવારી શરૂ થાય તેને આજે 4.5 વર્ષ જેટલો સમય વિતી ગયો છે ત્યારે સમયાંતરે લતિં કાઉન્સિલની સાથોસાથ સીબીઆઇસી હર હંમેશ કરદાતાઓની સાથે રહ્યું છે અને એ વાતનું સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જીએસટી મારફતે જે રાજ્ય અને કેન્દ્ર અને આવક થઈ રહી છે તેમાં કોઇ પણ નુકસાની ન પહોંચે.

અબતક સાથે સાથેના એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં  અનેક વિશેષ માહિતી આપતા જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આવકમાં નુકસાન ન થાય તે વાતને ધ્યાને લઇને જીએસટી સિસ્ટમને વધુ સુદૃઢ બનાવવામાં આવી રહી છે

તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ભારતભરમાં આશરે 96 ટકા જીએસટીના કરદાતાઓ છે કે જે પોતાની નૈતિક જવાબદારી સમજી દેશના હિત માટે તેમને લાગુ પડતો કર ચૂકવતા હોય છે સામે 3 થી 4 ટકા એવા લોકો છે કે જેઓ જીએસટી માંથી કેવી રીતે બચી શકાય તેના નુસખા અપનાવતા હોય છે આ વાતની માહિતી બોર્ડને હોવા છતાં તેમનું મુખ્ય કારણ એ છે કે ગણતરીના 3 થી 4 ટકા લોકોની સરખામણીએ જે કરદાતાઓ તેમનો કર નિયમિત રીતે ભરી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારે અન્યાય ન થાય અને સરકારની આવક જીએસટી પેટે ઉભી થતી હોય તેમાં પણ ઘટાડો ન થાય. તમામ સ્થિતિને ધ્યાને લઇ બોર્ડ દ્વારા નક્કર પગલાં ભરવામાં આવ્યા છે તેનાથી દેશને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે અને સમયાંતરે દેશની જીએસટી આવકમાં પણ વધારો થયો છે તમે જીએસટી ભરનાર કરદાતાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળેલો છે જે ખરા અર્થમાં એક હકારાત્મક અભિગમ કહી શકાય.

સીબીઆઇસી હર હંમેશ જીએસટી કરદાતાઓ માટે ચિંતિત : ઝોનલ સ્તરે કોઈ તકલીફ ન ઉદભવે એ માટે નિયમો હળવા બનાવાય છે

પ્રિન્સિપલ એડિશનલ ડાયરેક્ટર જનરલ જીએસટી ટેક્સપેયર એન્ડ કસ્ટમ્સ તરીકે ફરજ બજાવતા કુમાર સંતોષ સાથે અનેક પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી જેમાં તેઓએ દરેક પ્રશ્નોના ખૂબ જ નિષ્પક્ષ રીતે જવાબ આપ્યા હતા અને કરદાતાઓ પ્રત્યે પોતાની સહાનુભૂતિ પણ વ્યક્ત કરી હતી અને તેની મહત્ત્વતા પણ સમજાવી હતી. જણાવ્યું હતું કે ઘણાખરા અંશે છે નાના કેન્દ્રો છે ત્યા કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકાર પણ આ વાતને ગંભીરતાથી લઇ રહી છે અને જે નિયમો છે તેને કેવી રીતે સરળ કરી શકાય તે દિશામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્રશ્ન : ગુજરાત રાજ્યમાં જીએસટી ભરનાર વ્યાપારીઓની શ્થિતિ અને ઝોનલ કચેરીની કામગીરી શુ ?

જવાબ : કુમાર સંતોષે પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે જે સમયથી સમગ્ર ભારતમાં જીએસટી ની અમલવારી થઇ છે તે સમયથી આજ દિન સુધીમાં અનેક અંશે વધારો જોવા મળ્યો છે અને સાડા ચાર વર્ષના સમયગાળામાં જીએસટી કલેક્શન ની સાથો સાથ જીએસટીના કરદાતાઓની સંખ્યા પણ બમણી થાય છે જે સરકાર માટે એક સૌથી મોટી સિદ્ધિ કહી શકાય. જીએસટી ની અમલવારી ની સાથે જે જીએસટી નો કાયદો બનાવવામાં આવ્યો તેમાં તેજ અને સેન્ટ્રલ જીએસટી હર હંમેશ તાલમેલ સાથે કામ કરતું હોય છે જેનો લાભ ભારત દેશને થાય છે સામે કરદાતાઓને પણ લાભ મળતો રહે છે. સીબીઆઈસી ખેતી માટે અપેક્સ બોડીનું કામ કરે છે જે તમોને વધુ સરળ બનાવે છે અને ખૂબ સરળતાથી કરદાતાઓને તેનો લાભ મળી રહે તે દિશામાં પ્રયત્ન પણ કરતું હોય છે. સરકારે આ અંગેની સિસ્ટમ વધુ સરળ બનાવવા માટે 200 થી વધુ કાયદાઓને એકમાં મર્જ કરી દેવામાં આવ્યા છે અને ડિજિટીએસને મેનડેટ પણ આપવામાં આવ્યો છે જેનું પાલન સુચારુ રૂપથી  થઈ રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે તેની ઝોનલ કચેરી પણ બનાવવામાં આવી છે જે મુખ્યત્વે સેક્સ કરનાર કરદાતાઓ માટે ની સેવા, મોનેટરી ચાર્ટ, ઓપન હાઉસ, ઇ હેલ્પલાઇન અનેક સુવિધાઓ કરદાતાઓ માટે આપી છે જેથી કરદાતાઓને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે.

પ્રશ્ન : પ્રિન્સિપલ એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે આપનું સ્વપ્ન અને આપનો લક્ષ્ય શુ છે ?

જવાબ : આ પ્રશ્ન અંગે તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે તેમનો સૌથી મોટો લક્ષ્ય એ છે કે તેઓને જે જવાબદારી સોંપવામાં આવેલી છે તેને ખૂબ સારી રીતે ન્યાય આપી શકે, એટલું જ નહીં જીએસટી ભરનાર જે કરદાતાઓ અને વ્યાપારીઓ છે તેમને સંપૂર્ણ રીતે સાનુકૂળતા રહે તે પણ તેમનું લક્ષ્ય છે જેના માટે તેઓએ વિવિધ સેવાઓનો પણ પ્રારંભ કરાવ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે તેમના કાર્યક્ષેત્રમાં અનેક રાજ્યો આવી રહ્યા છે ત્યારે તેમના નીચલા અધિકારીઓ અને સતત એ વાત માટે જ તાકીદ કરવામાં આવતી હોય છે કે નીચલા સ્તરે જે કરદાતાઓ જીએસટી ભરી રહ્યા છે તેમને કયા પ્રકારની તકલીફનો અનુભવ થઈ રહ્યો છે અને જો તકલીફ તેજ સમયે પૂર્ણ કરી શકાતી હોય તો તેનું નિવારણ લાવવા માટેના પણ ઓર્ડર કરવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ કોરોનાની કપરી પરિસ્થિતિમાં વેબીનાર મારફતે કરદાતાઓને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ તકે જ્યારે કોરોનાની સ્થિતિ સંપૂર્ણ કાબુમાં આવી જશે ત્યાર બાદ દરેક મુખ્ય સ્થળે સેમિનારનું આયોજન કરવામાં આવશે. કરદાતાઓના પ્રશ્ન સાંભળી તેનું તેજ ક્ષણે નિવારણ લાવવા શે જે અંગેની માહિતી તેઓને બોર્ડ દ્વારા મેન્ડેટ મારફતે આપવામાં આવેલી છે.

પ્રશ્ન : જીએસટી ભરનાર કરદાતાઓને કેવી રીતે મજબૂત અને સામર્થ્યવાન બનાવી શકાય ?

જવાબ : પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સિલ નો સૌથી મોટો હેતુ એ જ છે કે તેમના કરદાતાઓ વધુ મજબૂત બને અને સામર્થ્યવાન બને જો આ કરવામાં વિભાગ સફળતા હાંસિલ કરે તો દેશને ઘણો આર્થિક ફાયદો પહોંચી શકે છે. સ્થિતિને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર અને નાણાં વિભાગ દ્વારા ડિજિટીએસ વિભાગની સ્થાપના દિલ્હી ખાતે કરવામાં આવી હતી અને જેની ઝોનલ કચેરી અમદાવાદ, મુંબઇ, બેંગ્લોર, ચેન્નઈ, કલકત્તા અને દિલ્હી ખાતે છે. એટલું જ નહીં આ દરેક ઝોનલ કચેરી ફિક્કી, સીઆઈઆઈ, એફઆઈઓ, એસોચેમ અને વિવિધ ચેમ્બરો સાથેનું જોડાણ રાખ્યું હોય છે એટલું જ નહીં જે વેબીનારનું આયોજન કરવામાં આવતું હોય તેમાં પણ તેઓને ભાગે કરવામાં આવતા હોય છે સાથોસાથ દરેક સંસ્થા સાથે જોડાયેલા સભ્યોને પણ આ બે વેબીનારમાં જોડાવાનું આમંત્રણ અપાયું છે જેથી સરકાર ની દરેક યોજનાની માહિતી અને તેઓને માહિતી મળી શકે . જે અધિકારીઓ જીએસટીના કરદાતાઓ અને ઉદભવતી તકલીફો અંગે માહિતી મેળવતા હોય છે ત્યારે તેમની પાસેથી પણ બોર્ડ અને ઉપલા અધિકારી વિગતવાર રિપોર્ટ મંગાવતા હોય છે અને કયા સ્થિતિ પહોંચી તે અંગેનું પણ અવલોકન કરાતું હોય છે. સીબીઆઇસીનું માનવું છે કે, જો કરદાતા છે, તોજ વિભાગ છે. પરિણામે બોર્ડ દ્વારા 30 દિવસની સમયમર્યાદા પણ નિર્ધારિત કરવામાં આવી છે જો કે સમય મર્યાદામાં કરદાતાઓના પ્રશ્નોનું નિવારણ ન થાય તો તેઓએ દિલ્હી ખાતે રિપોર્ટ પણ મોકલાવો પડે છે પરંતુ ઘણી ખરી વખત ટેકનિકલ કારણોસર અને બેંકિંગના મુદ્દાના પગલે થોડા ઘણા અંશે મોડુ પણ થતું હોય છે. પરંતુ વિભાગ નો સૌથી મોટો હેતુ એ છે કે તેમના કરદાતાઓને કોઈ પણ પ્રકારની તકલીફ કે સમસ્યા ન થાય.

પ્રશ્ન : જીએસટી ભરનાર કરદાતાઓને મળતી સહુલતો અને તેઓને પડતી મુશ્કેલીઓ

જવાબ : આ પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો ત્યારે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થવું જોઈએ તે ન થતા તેઓને જીએસટી ભરવામાં ઘણાં પ્રશ્નો ઉદભવે છે આ સ્થિતિને ધ્યાને લઇ કેન્દ્ર સરકાર દ્વારા નિયમોમાં અનેક અંશે બદલાવ પણ કરવામાં આવે છે અને દર 6 માસે રિપોર્ટ પણ તૈયાર કરાય છે તેનું અવલોકન કર્યા બાદ અધિકારીઓ અને સૂચના પણ આપવામાં આવે છે કે જે પ્રશ્નોનું નિવારણ મળે ન થઈ શકતું હોય તો તે અંગે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આ કાર્ય અર્થે અધિકારીઓ ઉપર નજર રાખવા માટે પ્રિન્સિપાલ ચીફ કમિશનર ની સાથે ચીફ કમિશનર રેન્કના અધિકારીઓ સતત અવલોકન અને તેનું મૂલ્યાંકન કરતા હોય છે. અધિકારીઓ સીધા જ વ્યાપારીઓ પાસે પહોંચતા હોવાથી તેઓને પડતી મુશ્કેલી અંગે પણ તેઓ સતત માહિતગાર રહે છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો માં મુખ્યત્વે પ્રશ્ન હોવાનું કારણ તેમની પાસે અપૂરતાં સંચાર સાધનો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે સોનલ પરથી તેઓને કોઈ વધુ સમસ્યા ન સર્જાય તે માટેની તકેદારી રાખવામાં આવતી હોય છે અને દરેક જીએસટી અંગેની માહિતી તેઓને વ્યક્તિગત રીતે પહોંચાડવામાં આવે છે.

પ્રશ્ન : જીએસટી અને તેના કરદાતાઓમાં કયા પ્રકારના બદલાવની અપેક્ષા ?

જવાબ : પ્રશ્નના જવાબ આપતા અધિકારી કુમાર સંતોષે જણાવ્યું હતું કે, જીએસટી કાયદો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ બનાવવામાં આવ્યો છે ત્યારે વ્યવસ્થા ગોઠવાય તે માટે જીએસટી કાઉન્સિલ દ્વારા વિવિધ ઉદ્યોગો પાસેથી ફીડબેક પણ લેવામાં આવે છે જેમાં તેઓને તે અંગે પણ પ્રશ્ન પૂછાય છે કે તેઓ કયા પ્રકારના બદલાવ જીએસટીમાં ઈચ્છી રહ્યા છે.આ તમામ મુદ્દાઓને એકત્રિત કર્યા બાદ કાઉન્સિલ ખાતે તેને રજૂ કરવામાં આવતા હોય છે. ત્યારબાદ જ યોગ્ય અમલવારી જે તે સૂચનો માટે થતી હોય છે. કાઉન્સિલનું માનવું છે કે 96 ટકા જેટલા કરદાતાઓ પોતાની નૈતિક ફરજ સમજી જીએસટી નોકર રાબેતા મુજબ ભરે છે જ્યારે 3 થી 4 ટકા કરદાતાઓ એવા છે કે જેઓ ને જીએસટીની સહેજ પણ ગંભીરતા નથી ત્યારે  કરદાતાઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે નિયમો હળવા બનાવવા માં આવે છે સામે એ વાતનું પણ ધ્યાન રખાય છે કે હળવા નિયમો દ્વારા સરકારને કોઈપણ પ્રકારે આવકમાં ઘટાડો ન થાય. જેથી 3 થી 4 ટકાના કરદાતાઓ ઉપર અંકુશ રખાય તે દિશામાં જીએસટી હર હંમેશા કાર્યશીલ રહે છે.

નાના કેન્દ્રોમાં જઈ અધિકારીઓ વેપારી અને જીએસટીના સ્ટેકહોલ્ડર ને રૂબરૂ મળી તેમની ઉદ્ભવતી સમસ્યા સાંભળી તેનું નિવારણ 30 દિવસની અંદર જ કરવામાં આવે છે

વિવિધ ટ્રેડ ઇન્ડસ્ટ્રી, ચેમ્બરો દ્વારા મળતા સૂચનોને લઇ દરેક રાજ્યમાંથી રિપોર્ટ તૈયાર કરી જીએસટી કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવે છે જે બાદ કાઉન્સિલ દ્વારા તેની યોગ્ય અમલવારી કરાય છે

વર્ષ 2019થી જાન્યુઆરી 2022 સુધી ગુજરાત રાજ્યનું જીએસટી કલેકશન વર્ષ                

2019

જીએસટીની આવક

4100 કરોડ

4900 કરોડ

5200કરોડ

5900 કરોડ

(જાન્યુઆરી સુધી)

2020

2021

2022

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.