Abtak Media Google News

અરબ સાગરમાં નીચા દબાણના કારણે ગુજરાતના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સંભાવના છે. તેવામાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આગામી તારીખ 26 અને 27 તારીખે વરસાદની આગાહીની હવામાન વિભાગ દ્વારાઆગાહી કરવામાં આવી છે  નવરાત્રીમાં રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 126 ટકા વરસાદ નોંધાયો છે.હવામાન ખાતાની આગાહી મુજબ, તા.27-30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં ખેલૈયા નવરાત્રિની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે પરંતુ નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાતાં ગરબા આયોજકો ચિંતામાં મૂકાયા છે. આગામી તા.27-30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરના રોજ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગામડાંથી માંડી શહેરી વિસ્તારોમાં નવરાત્રિનું જાકમજોળ આયોજન કરાતું હોય છે પરંતુ આ વર્ષે વરસાદનું વિધ્ન નડવાની સંભાવના વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.