Abtak Media Google News

ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.નોંધનીય છે કે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ 3 ની 99 અને આંકડા મદદનીશ વર્ગ 3 ની 89 પોસ્ટની ભરતી કરવામાં આવશે. આકંડા મદદનીશની કુલ 188 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે. જે માટે 2 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને 16 મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. લાંબા સમયથી ઉમેદવારો બંને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.

ઓજસની વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં એમસીક્યું પ્રકારના પ્રશ્નોવાળી સીબીઆરટી સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.