Abtak Media Google News

મહાભારતનો સંજય આજે પણ હયાત?

અમેરિકાની સ્પેસ એકસ કંપની દ્વારા અવકાશયાત્રીઓની ટુકડીને અવકાશમાં મોકલવામાં આવી છે. આ ટુકડી ડ્રેગન કેપ્સ્યુલ મારફતે અવકાશમાં સંશોધનો કરી રહી છે. દરમિયાન અમદાવાદના હેમરેડિયો ઈન્થ્યુસીસ્ટ વિદ્યાર્થીઓને પાઠ ભણાવતા હતા તે દરમિયાન સ્પેસ એકસના ક્રુ સાથે સંપર્ક સધાઈ જતા. વિદ્યાર્થીઓ આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતા.

અમદાવાદ પરથી નીકળેલી સ્પેસ કેપ્સ્યુલમાં અવકાશયાત્રીઓ સાથે કનેકશન જોડાઈ ગયું!

વાત જાણે એમ છે કે, અમદાવાદના હેમરેડિયો ઈન્થ્યુસીસ્ટ અધીર સૈયદ છાત્રોને ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન અંગે વિડીયો કોલ મારફતે માહિતગાર કરી રહ્યાં હતા. તે દરમિયાન સ્પેસ એકસની કેપ્સ્યુલ અમદાવાદ ઉપરથી પસાર થઈ હતી. દરમિયાન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે કનેકટ કરવાની વાત ઉચ્ચારાતા તેમણે વિદ્યાર્થીઓને સંબોધન દરમિયાન જ પ્રયાસો હાથ ધર્યા હતા.

જો કે, અવકાશમાં સંપર્ક તો મળી ગયો હતો પરંતુ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની જગ્યાએ આ સંપર્ક સ્પેસ એકસના ક્રુ સાથે થઈ ગયો હતો. આ સંપર્ક વીડિયો કોલ જેવો હતો.

નોંધનીય છે કે, અમેરિકાના અબજપતિ એલન મસ્કની કંપની સ્પેસ એકસ દ્વારા ગત તા.૩૦ મેના રોજ ફલોરીડા ખાતેથી અંતરીક્ષ અભિયાનનો પ્રારંભ થયો છે. અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન તરફ મોકલવામાં આવ્યા છે. આ રોકેટમાંથી અલગ થયેલી કેપ્સ્યુલ હજુ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરે પહોંચી નથી.

દરમિયાન અમદાવાદની ઉપરથી આ કેપ્સ્યુલ પસાર થતાં સંપર્ક સધાઈ ગયો હતો અને સામાપક્ષેથી રિસ્પોન્સ પણ મળ્યો હોવાનો દાવો એન્જીનીયર અધિર સૈયદ દ્વારા કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.