Abtak Media Google News

સ્કીલ ડેવલપમેન્ટમાં ગુજરાત સતત પાછળ ધકેલાય રહ્યું હોવાનો ઈન્ડિયા સ્કિલ રિપોર્ટનું  તારણ

સમગ્ર દેશના યુવાનો – વિદ્યાર્થીઓમાં નોલેજ, સ્કીલ-એપ્ટીટ્યુડ, બિહેવીયલ કંપોનન્ટ, સ્કીલ ગેપ, માપદંડો સાથે વૈજ્ઞાનિક અભિગમ થી 11 વિવિધ સેક્ટરના ઈન્ડિયા સ્કીલ રીપોર્ટ-2023માં સ્કીલ ડેવલપમેન્ટ, રોજગાર ક્ષમતા સહિતના મુદ્દે નંબર-1ના માત્ર જાહેરાતો કરતી ભાજપ સરકારના દાવાના પરપોટા ફૂટી ગયા. જેના માટે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નિતિ જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશી  એ જણાવ્યું હતું કે, સ્કીલ ઈન્ડિયા – 2023 માં જાહેર કરાયેલા અહેવાલમાં યુવાનો માટે રોજગાર ક્ષમતામાં દેશના ટોપ-5 રાજ્યમાં પણ ગુજરાતનો સમાવેશ નથી. સ્કીલ રીપોર્ટ-2023માં વિદ્યાર્થીઓની રસરૂચી, નોકરી આપનારની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં યુવાનોને રોજગારમાં વેતન ઓછુ મળી રહ્યું છે. રૂ. 2 લાખ કરતાં વધુ પગાર આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા ટોપ-5 રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. રોજગાર ક્ષમતામાં ગુજરાત દેશના ટોપ-5 રાજ્યમાં પણ યુવાનો માટે સમાવેશ થતો નથી. ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને મદદ કરવાની નીતિના કારણે રાજ્યના ઓળખ સમા નાના ઉદ્યોગોને તાળા લાગી રહ્યાં છે. જી.આઈ.ડી.સી.માં 50 ટકા ઉદ્યોગો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. નાના-મધ્યમ  કદના ઉદ્યોગો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

છેલ્લા 10 વર્ષના સ્કીલ રીપોર્ટથી એ વાત સ્પષ્ટ થાય છે કે, આટલી ગંભિરતા હોવા છતાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર ગંભિરતા દાખવતી નથી, જેના લીધે મોંઘુ શિક્ષણ મેળવ્યા બાદ પણ ગુજરાતના યુવાનો તકોથી વંચિત રહે છે. બેન્કિંગ, ફાઈનાન્સ, સર્વિસ, ઈન્સ્યોરન્સ,  બેન્કિંગ ફાઈનાન્સ સર્વિસ, ઈન્સ્યોરન્સ, ઓઈલ, ગેસ પાવર, સ્ટીલ, એન્જીનીયરીંગ, ઓટોમેટીવ, ઓટોમોબાઈલ, એફએમજીજી હોસ્પિટાલીટી, ટુર્સ-ટ્રાવેલ્સ, સોફ્ટવેર, ટેલીકોમ સહિતના 11 થી વધુ સેક્ટરમાં યુવાનો માટે પસંદગીના રાજ્ય તરીકે ગુજરાત પ્રથમ પાંચ રાજ્યોમાં સમાવેશ થયો નથી.

ભાજપ શાસકોના છેલ્લા 27 વર્ષના દિશાવિહીન, સાતત્ય વિનાની નીતિ, શિક્ષણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગુણવત્તાનો અભાવના પરિણામે ગુજરાતના યુવાનો સામે મોટો પડકાર ઉભાં થયાં છે. ગુજરાતના યુવાનોને સારા રોજગાર માટે અન્ય રાજ્યમાં જવાની ફરજ પડી રહી છે. રાજ્યના શિક્ષણ વિભાગ, શ્રમ-રોજગાર વિભાગે ભ્રષ્ટાચારમાં સંપૂર્ણ ‘કૌશલ્ય’ પ્રાપ્ત કર્યું હોવાથી ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં થઈ રહ્યાં છે. ગુજરાતના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં યુવાનોને કૌશલ્ય પ્રાપ્તી કરવાને બદલે આઉટસોર્સિંગ એજન્સીના નામે ભાજપ સરકારના મળતિયાઓ મજા કરી રહ્યાં છે. દર વર્ષે સ્કીલ ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાના નાણા ફાળવવા અને જાહેરાતો કરતી ભાજપ સરકાર ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.