Abtak Media Google News

જે દેશો પાસે ટેકનોલોજી છે પણ રો- મટીરીયલનો અભાવ છે તેના માટે ગુજરાત સોને કી ચીડિયા સમાન: વિજયભાઇ રૂપાણી

ગુજરાતને છેલ્લા સાત વર્ષમાં ૧૦.૫ બિલીયન ડોલરનું વિદેશી રોકાણ મળ્યું છે જયારે ગત વર્ષે વિદેશી રોકાણમાં ગુજરાત ત્રીજા સ્થાને રહ્યું હતું

વિદેશી કંપનીઓને ગુજરાતમાં ઓટોમોબાઈલ્સ, અન્જિનીયરીંગ, પેટ્રોકેમીલ્સ, કેમીકલ, ટેક્ષટાઈલ્સ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકો

ગુજરાત વિવિધ દેશો સાથે પરસ્પર સહમતિથી વ્યવસાય કરવા આતુર હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં વિવિધ દેશોના રાજદ્વારીઓને સંબોધતા જણાવ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ગાંધીનગર ખાતે જાન્યુઆરીની ૧૮ થી ૨૦ ૨૦૧૯ સુધી યોજાનારી છે. ગુજરાતને છેલ્લા સાત વર્ષમાં ૧૦.૫ બિલીયન ડોલરનું વિદેશી રોકાણ મળ્યું છે ત્યારે ૨૦૧૬-૧૭માં વિદેશી રોકાણ માટે ગુજરાત ત્રીજા સ્થાને રહ્યું હતું.

Advertisement

વિજયભાઈએ જણાવ્યું હતું કે, મલ્ટી નેશનલ કંપનીઓ ગુજરાતને વધુ પસંદ કરે છે. જેમાં ઓટો મોબાઈલ, એન્જીનીયરીંગ કેમીકલ, પેટ્રોકેમીકલ્સ, ટેક્ષટાઈલ્સ સહિતની કંપનીઓ આ ક્ષેત્રમાં ગુજરાતમાં કામ કરી રહી છે. નાના અને મધ્યમ ઉધોગે રાજયમાં સતત વિકાસનાપથે અગ્રેસર રહી છે. કેન્દ્રીય મંત્રાલય અનુસાર ગુજરાતમાં ૩ મિલીયનથી વધુ એમએસએમઈ એકમો છે. જયારે નિકાસના ઉત્પાદનમાં મેઈડ ઈન ઈન્ડિયા પ્રોડકટોના ફાળે શ્રેય જાય છે. પેટ્રોલિયમ, ફાર્માસ્યુટીકલ, કેમિકલ્સ, કપાસ, ખાતરો તથા મગફળીના નિકાસમાં ગુજરાતનો પ્રથમ ક્રમ છે. ગયા વર્ષે ૧૭૫ દેશોમાં ગુજરાત રાજયે તેના માલસામાન અને સેવાઓનો નિકાસ કર્યો હતો. રાજયના રેલ, રસ્તા, હવાઈ તથા બંદરોના માર્ગો ફકત દેશની અંદર જ નહીં પરંતુ એશિયા, આફ્રિકા, પશ્ચિમ એશિયા તથા યુરોપની બજારો સાથે જોડાયેલા છે.

ગુજરાત સરકારે ઓસ્ટ્રેલિયા, ચીન, જાપાન, ઈઝરાયેલ, પોલેન્ડ જેવા દેશોની વિવિધ કેન્દ્રીય અને રાજયની સરકારો સાથે વિકાસ માટેના હસ્તાક્ષરો કર્યા છે. વિજયભાઈ રૂપાણીના જણાવ્યા અનુસાર તેઓની જાપાન, ચીન અને ઈઝરાયલના મુખ્યમંત્રીઓ સાથેની મુલાકાતથી ગુજરાતને ઘણો લાભ થયો છે અને અનેક ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષરો થયા છે.
વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત એવા દેશોને મદદ કરી શકે છે જે ટેકનોલોજીથી સબબ છે પરંતુ રો-મટીરીયલની અછત છે તેમને અંતમાં જણાવ્યું હતું કે રાજય સુરક્ષા માટે સિસ્ટમ કરવાની પહેલ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.