Abtak Media Google News

ખેડુતોના પ્રશ્નને સુલજાવવા અને કોસ્ટલ ઈકોનોમીક ઝોન ઉભા કરવા નીતિ આયોગ ગુજરાત સરકારની મદદ કરશે

ગુજરાતમાં ઉધોગ, આંતરમાળખું વગેરે જેવા ક્ષેત્રે તો વિકાસ થયો છે પણ હજુ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાત ઘણું ખરું પાછળ છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયના અન્ય વરીષ્ઠ અધિકારીઓ સાથે નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે મુલાકાત કરી હતી. રાજીવકુમારે કહ્યું હતું કે, ઔધોગિક ક્ષેત્રે ગુજરાત પ્રગતિશીલ છે પરંતુ આ સાથે સરકારે આરોગ્ય અને શિક્ષણ તરફ પણ ધ્યાન દોરવું જોઈએ.

ઔધોગિક આંતરમાળખાકીય સુવિધાઓ અને ઉર્જા ક્ષેત્રે ગુજરાતે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેની સરખામણીએ આરોગ્ય અને શિક્ષણમાં ગુજરાત ઘણું પછાત છે. રાજીવકુમારે કહ્યું કે, આ બંને ક્ષેત્રો તરફ પણ ગુજરાત સરકારે ધ્યાન દોરવું જોઈએ.

નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે વધુમાં જણાવતા કહ્યું હતું કે, મને ખુશી છે કે વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં ગુજરાત સરકારે સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે વધુ ભંડોળ ફાળવ્યું છે. ગુજરાતમાં હેલ્થ સેકટરમાં મોટા સુધારા લાવવા સરકારે પ્રયત્નો કરવા જોઈએ અને જીલ્લા કલેકટરોને પણ આદેશ આપવા જોઈએ કે તેઓ બાળક અને માતા મૃત્યુદર ઘટાડવા તરફ ખાસ ધ્યાન આપે. નવી નવી યોજનાઓ લાવી તેનો અમલ કરે.

રાજીવ કુમારે કહ્યું કે, ગુજરાતમાં કોસ્ટલ ઈકોનોમીક ઝોન ઉભા કરવા નીતિ આયોગ સરકારની મદદ કરશે. રાજયમાં ઔધોગીકરણને પણ વધુ વિકસાવવા હું મોટા પગલાઓ લેવા માંગુ છું અને ગુજરાતમાં ટેકાના ભાવે ખેડુતો પાસેથી ખરીદેલી મગફળીના નિકાલ માટે પણ નીતિ આયોગ સરકારની મદદ કરશે.

ગુજરાતમાં ઔધોગિકીકરણને લઈને રાજીવકુમારે રાજય સરકાર પાસેથી સંપૂર્ણ વિગતો માંગી હતી અને આ પ્રકારના પ્લાન, પ્રોજેકટને અન્ય રાજયોમાં પણ અમલી કરવાની પહેલ કરી હતી. નીતિ આયોગે બેઠકમાં રાજયોને ત્રણ સ્કીમનું એક પેકેજ આપ્યું હતું. જેમાં સુચવાયું હતું કે, ખેડુતોને તેમના પાકોના ઉત્પાદન ખર્ચના દોઢ ગણી કિંમત ટેકાના ભાવ‚પે મળવી જોઈએ. જો સમાચાર ખેડુતો પાસેથી ટેકાના ભાવે પાકોની ખરીદી કરે છે તો તેની કિંમત ઉત્પાદન ખર્ચના દોઢ ગણી રાખવી જોઈએ. આ ફોર્મ્યુલા રવી પાક અને ખરીફ પાકમાં સંપૂર્ણપણે લાગુ કરવી જોઈએ.

આ ઉપરાંત ગુજરાતમાં એન્ટરપ્રીન્યોરશીપ સ્કીમ અંતર્ગત નિયોજકોને આપવામાં આવતા રૂ.૧૫૦૦નું સ્ટાઈપેન્ડમાં વધારો કરવાનું પણ રાજીવકુમારે જણાવ્યું હતું. ઉધોગ અને આંતરમાળખાકીય સુવિધાના વિકાસને ગુજરાત સરકાર જેટલું મહત્વ આપે છે તેટલું સ્વાસ્થ્ય અને શિક્ષણમાં પણ આપવું આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમાર

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.