Abtak Media Google News

પાણીના એક બેડા માટે જીવ જોખમમાં મુકવો પડે છે

Advertisement

તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તાર એવા ૭૫૦ ની માનવ વસ્તી ધરાવતું  કુંડા ગામ જેમાં પ્રામિક સુવિધા એટલે કે ભર ઉનાડે પીવાના પાણીની સમસ્યાી આ ગામની મહિલાઓ ખૂબ જ હેરાન છે. ખાસ કરીને ડુંગર વિસ્તારએ પોતાની આગવી ઓળખ ધરાવતું હોય છે. તેમ છતા આદિવાસી વિસ્તારના કુંડા ગામમાં એકપણ હેંડ પમ્પ ની અને કોઈ બોર પણ ની. હાલ ભર ઉનાળે ગામની મહિલાઓ પાણી માટે બાજુની ૧૦૦ મીટર ઉંડી ખીણમાં પાણી લેવા માટે જીવના જોખમે લેવા જાય છે.

નર્મદાનું પાણી આ ગામી જોઈ શકાય છે પરતુ પાણી તેમને મળી શકતું ની. તંત્ર દર વખતે પાણીની સમસ્યા સામે સરકારી તંત્ર ફક્ત ઠાલા વચનો આપે છે અને વેહલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાત્રી આપે છે તેમ છતા કોઈ આયોજન કરાતું ની. છોટાઉદેપુર જિલ્લાની વડી કચેરીએ ફકત પાણી બાબતે બેઠકો યોજાઇ છે. હાલ છોટાઉદેપુર જિલ્લાના પાણી પુરવઠાના અધિકારીઓ આજ સુધી કુંડા ગામની મુલાકાત લીધી ની. જિલ્લાનું વહીવટી તંત્ર કુંડા ગામની મુલાકાત લે તે જરૂરી બન્યું છે સ્માર્ટ સિટી અને ગામડાની વાતો કરતી સરકારનાં અધિકારીઓ આ ગામડાની મુલાકત જ ની લીધી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.