Abtak Media Google News

શિવાનંદ ઝાને ફરી એકટેશન અપાશે કે, સિનિયર આઇપીએસને ડીજી બનાવાશે: કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ગયેલા ગુજરાત કેડરના સિનિયર આઇપીએસને ડીજી તરીકે નિમણુંક અપાશે?

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા આગામી તા.૩૧ જુલાઇએ વય મર્યાદાના કારણે નિવૃત થઇ રહ્યા છે ત્યારે ગુજરાતના પોલીસ વડાનો તાજ કોને સોપવામાં આવશ તે અંગે આઇપીએસ લોબીમાં ચર્ચા થઇ રહી છે. રાજયના સિનિયર આઇપીએસને ડીજી બનાવવામાં આવશે કે પછી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર રહેલા સિનિયર આઇપીએસને અધિકારીને રાજયના પોલીસ વડા બનાવવામાં આવશે તે અંગે પોલીસબેડામાં વિવિધ નામની ચર્ચા થઇ રહી છે. શિવાનંદ ઝા ૧૪ દિવસ બાદ નિવૃત થઇ રહ્યા છે. તેઓને સરકાર દ્વારા પોલીસ વડા તરીકે એક વખત એકટેશન આપવામાં આવ્યું છે. હાલ કોરોનાની પરિસ્થિતીના કારણે ફરી એકટેશન આપી તમામ અટકળનો અંત લાવવામાં આવે તે અંગેની ચર્ચા થઇ રહી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટીયાને પોલીસ વડા તરીકે નિમણુક આપવામાં આવે તેવી શકયતા પણ જોવામાં આવી રહી છે ત્યારે તેમનાથી સિનિયર અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે તેવા રાકેશ આસ્થાનાને રાજયના પોલીસ વડાનો તાજ સોપવામાં આવે તેવી પણ શકયતા જોવામાં આવી રહી છે. સિનિયર આઇપીએસ એ.કે.સિંગના નામની ચર્ચા થઇ રહી છે. ગુજરાત બાદ કેન્દ્રમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા અમિત શાહની નજીક ગણાતા આઇપીએસ અધિકારીને ગુજરાતના પોલીસ વડા બનાવવામાં આવશે તે નિશ્ર્ચિત મનાઇ રહ્યુ છે આમ છતા અત્યારે અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયાના નામની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.