Abtak Media Google News

મગફળી કૌભાંડમાં કોઈને છોડાશે નહિ: પ્રદિપસિંહ જાડેજા

મગફળી કૌભાંડને લઈ ગુજરાત રાજયના તમામ વિભાગો સર્તક થય ગયા છે. પછી કૃષિ વિભાગ હોઈ કે પછી ગૃહ વિભાગ ગુજરાત રાજયનાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જયાં તેઓએ અબતક મીડીયાની કામગીરીને બખૂબી વખાણી હતી.5 9

સાથો સાથ મગફળી કૌભાંડમાં થયેલા આક્ષેપો વિશે જણાવતા કહ્યું હતુ કે, પક્ષમાંથી કોઈ પણ વ્યકિતની સંડોવણી હશે, તો તેને છોડવામાં નહિ આવે અને કડકથી કડક પગલા લેવાશે.2 39વધુમાં તેઓએ અબતક સાથે વાતચિતમાં જણાવ્યું હતુ કે, વિરોધ પક્ષ જે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, તે એક નાટક છે, અને જે ૪ હજાર કરોડનાં ભ્રષ્ટાચારની વાત કરે છે તે બેબુનીયાદ છે. કોંગ્રેસે શાસન દરમ્યાન કદી ખેડુતોને ટેકાનો ભાવ આપ્યો નથી, આનું કારણ એ છેકે, કોંગ્રેસએ જનાધાર ગુમાવી દીધો છે.

વિરોધ પક્ષ ખેડુતોને ઉકસાવવા વ્યર્થ પ્રયાસો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ખેડુતોને પોતાનાં ખાતામાં ૩૭૩૫ કરોડ રૂપીયા મળી ગયા છે, તો ભ્રષ્ટાચારની વાત કયાંથી આવી.3 29વધુમાં તેઓએ એમ પણ જણાવ્યું હતુ કે મગફળીમાં જે કોઈએ ભેળસેળ કરી હશે તેને નહિ છોડવામાં આવે. હાપા ગામમાં થયેલી ઘટનાને વખોળતા તેઓએ કહ્યું હતુ કે, તપાસ ચાલુ છે. અને એફએસએલનાં રિપોર્ટ હેઠળ પ્રક્રિયા અટકેલી છે. તમામ ગુન્હાહીત ઈતિહાસ અને ગુન્હામાં સંડોવાયેલા લોકોનાં પૂરતા એવીડન્સ એકત્રીત કરી તેમના વીરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

ઓડીયો કિલપ વિશે જણાવતા કહ્યું હતુ કે, ઓડિયો કિલપ તદન ખોટી છે. હાલ ૩૦ જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અને જે અધિકારીઓનાં નામ બહાર આવશે તેના વીરૂધ્ધ પણ કાર્યવાહી થશે.

6 10ગુજરાત રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, અબતક દ્વારા નિર્મિત આઈ એમ ન્યુ ગુજરાતી તે ખરાઅર્થમાં લોક ઉપયોગી અને લોકોભ્યોગી એગ્રીટર બનશે. આઈ એમ ન્યુ ગુજરાતી એપને લઈ અનેકવિધ ચર્ચા કરવામાં આવી હતી અને આ એપ્લીકેશન ગૃહ વિભાગને કઈ રીતે મદદરૂપ થાય તે વિશે માહિતી પણ મેળવી હતી.

સાથો સાથ અબતક મિડીયા હાઉસની કામગીરીની પણ બખુબી વખાણી હતી. સાથોસાથ મગફળી કૌભાંડ વિશે વધુ માહિતી આપતા પ્રદિપસિંહે જણાવ્યું હતું કે, કોઈપણ પક્ષનો વ્યકિતનું નામ સામે આવશે તેમના વિરુઘ્ધ કાયદાકીય પગલા લેવાશે જો તેમાં કોઈ સરકારી અધિકારીઓના નામ પણ ખુલશે તો તેને પણ છોડવામાં આવશે નહીં4 13

કારણકે રાજય સરકાર હરહંમેશ ખેડુતોના હિતમાં જ વિચાર્યું છે અને ખેડુતોના હિતમાં જ કાર્ય કર્યા છે. ઘણી ખરી તપાસ મગફળી કૌભાંડને લઈ બાકી છે પરંતુ સમય આવતા નકકર પરીણામ ચોકકસપણે સામે આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.