વીસી મીસીસ ઈન્ડિયામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે ત્રણ માનુનીઓ

મીસીસ નિશા ચાવડા દ્વારા માર્ગદર્શીત

મીસીઝ ઈન્ડિયા વેસ્ટ ઝોનનું ખીતાબ મેળવી ચુકેલ નિશા ચાવડા દ્વારા ગુજરાત તરફથી ત્રણ માનુનીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે તા.૩૦ નવેમ્બરનાં આયોજીત વી.જી. મીસીઝ ઈન્ડિયા ફિનાલેમાં દિલ્હી ખાતે ભાગ લેવા જઈ રહી છે. તેમને ગ્રુમીંગ અને કેટવોક ટ્રેનીંગ નિશા ચાવડા દ્વારા આપવામાં આવી છે. આ માનુનીઓ જયોતિ પરમાર, ધર્મિષ્ઠા ગોહિલ અને ઝંખના સંજયને ચો તરફથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે અને ભવિષ્યમાં પણ સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના મળી રહી છે. જયોતિ પરમાર જેઓ બરોડાથી, ઝંખના સંજય અમદાવાદથી તેમજ ધર્મિષ્ઠા ગોહિલ ભરૂચથી આવી રહ્યા છે.