Abtak Media Google News

– હાંડવોએ ખૂબ જ લોકપ્રીય ગુજરાતી વાનગી છે મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કુકર હોય છે. પણ જો તમારે કુકરમાં હાંડવો ન બનાવવ માંગતા હોવ તો તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો.

સામાગ્રી :

  • – ૧ કપ ચોખા
  • – અડધો કપ ચણાની દાળ
  • – અડદની દાળ (૧કપ)
  • – ૨ મોટી ચમચી અડદની દાળ
  • – ૧ નાની ચમચી જીરૂ
  • – ૧ નાની ચમચી તલ
  • – ૧ નાની ચમચી રાઇ
  • – ૧ મોટી ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • – ૧ નાની ચમચી આદુ મરચાની પેસ્ટ
  • – મીઠો લીમડો
  • – ચપટી હીંગ
  • – ૧ ચમચી લીંબુનો રસ
  • – નમક

ખીરૂ બનાવવાની રીત :

સૌ પહેલા દાળ તથા ચોખાનો બરાબર ધોઇ લો અને ૫ થી ૬ કલાક માટે પલળવા દો. દાળ બરાબર પલળી જાય પછી તેને મિક્સરમાં ગાઢ પીસી લો. પેસ્ટ થોડી પાતળી થઇ ગઇ હોય તો તમે તેમા સુજી એટલે કે રવો પણ ઉમેરી શકો છો.

– પેસ્ટ શું ઉમેરશો ?

– મિક્સરમાં પેસ્ટ તૈયાર થઇ જાય પછી તેમા આદુ મરચાની પેસ્ટ, નમક, લીંબુનો રસ, કોથમીર અને હળદર ઉમેરીને મિક્સ કરો તમે ઇચ્છો તો તમે ખીરામા તમારા મનપસંદ શાકભાજી જેવા કે છીણેલા ગાજર અને દૂધી પણ ઉમેરી શકો છો.

વઘારવાની રીત :

– એક પેન પર તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તમો રાઇ, જી‚, લીમડો, હીંગ અને તલ નાખીને ફુટવા દો. ત્યાર પછી તેમા પેસ્ટ નાખી ધીમા તાપે ૫થી ૬ મિનિટ થવા દો. આ સમયે પેનને કોઇ વાસણથી ઢાંકેલુ રાખો.

– હાંડવોને વધુ ટેસ્ટી બનાવવા માટે તેને પલટાવવા માટે બીજી તરફ પણ તેલ મુકીને વઘાર કર્યા પછી જ હાંડવો પલટાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.