Abtak Media Google News

પોલીસ હાઉસીંગ કોર્પોરેશનના એમડીને રાજયના પોલીસ વડાનો વધારાનો ચાર્જ બપોર બાદ સોંપાશે

રાજયના ડીજીપીના મુદે સુપ્રિમ કોર્ટના વલણથી ઇન્ચાર્જ ડીજીપી પી.પી.પાન્ડેયને મુક્તિ પત્ર લખતા રાજયના નવા પોલીસ વડાની નિમણુંક માટે સરકાર દ્વારા પોલીસ હાઉસીંગ કોર્પોરેશનના એમડી ગીથા જોહરી પર પસંદગી ઉતારી વધારાનો ચાર્જ સોપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના પ્રથમ મહિલા ડીજીપી ગીથા જોહરી બનશે. રેગ્યુલર ડીજીપીની પાછળથી પસંદગી કરવામાં આવનાર છે.

Advertisement

ઇશરત જહા એન્કાઉન્ટરના મુદે ભુતપૂર્વ પોલીસ વડા જુલિયો રિબેરોએ પી.પી.પાન્ડેયનને એકસટેન્શન આપવાના મુદે સુપ્રિમ કોર્ટમાં કરેલી અરજીની સુનાવણી દરમિયાન પી.પી.પાન્ડેયને એક્સટેન્શનમાંથી મુક્તિ આપવાનો પ્રત્ર લખીને રજૂ કરતા તેનો અમલ કરાવવા રાજય સરકારને હુકમ કરવામાં આવ્યો હતો.

રાજયના પોલીસ વડા કોને બનાવવા તે અંગે ગઇકાલે દિવસ દરમિયાન દોડધામ રહી હતી. ગીથા જોહરી, શિવાનંદ ઝા અને પ્રમોદકુમારના નામની ચર્ચા ચાલી રહી હતી અને સિનિયોરીટી મુજબ કોને ડીજીપી બનાવવા તે અંગે સાંજ સુધી નિર્ણય લેવાયો ન હોવાથી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું માર્ગ દર્શન લેવામાં આવ્યું હતું.

૧૯૮૨ની બેન્ચના મોસ્ટ સિનિયર આઇપીએસ ગીથા જોહરીની નિમણુંક આપવાનું ફાઇનલ થઇ ગયું છે. તેઓ હાલ પોલીસ હાઉસીંગ કોર્પોરેશનના એમડી તરીકે ચાલુ રહેશે અને તેઓને વધારાનો ચાર્જ સોપી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ કોઇ નવો વિવાદ ઉભો ન કરવો અને મહિલા સશક્તિકરણના મુદે તક મળી રહી હોવાનું જાણકારો કહી રહ્યા છે.

ગીથા જોહરીને સોહરાબ અને તુલસી એન્કાઉન્ટરના વિવાદમાં ક્લિન ચીટ મળી છે અને તેઓને અન્યાય ન થાય સહિતના મુદાને ધ્યાને લઇને ગીથા જોહરીને પોલીસ વડાનો વધારાનો ચાર્જ સોપવાનો નિર્ણય લેવાયો છે. ગીથા જોહરી રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ફરજ બજાનાર ગીથા જોહરીની પોલીસ વડા તરીકેનો વધારાનો ચાર્જ બપોર બાદ સોપવામાં આવનાર છે. પ્રમોદકુમાર ૧૯૮૩ના બેચના આઇપીએસ છે અને શિવાનંદ ઝા ૧૯૮૫ની બેચના આઇપીએસ છે જ્યારે ગીથા જોહરી ૧૯૮૨ની બેચના આઇપીએસ હોવાથી તેઓ મોસ્ટ સિનિયર છે. ગીથા જોહરી નવેમ્બર ૨૦૧૭ સુધી રેગ્યુલર આઇપીએસ બની રહેશે તેમ આઇપીએસ લોબીમાં ચર્ચા ચાલી રહી છે. તેઓને પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમ.ડી. તરીકે ચાલુ જ રાખવાનો નિર્ણય હાલ પૂરતો લેવાયો છે અને પોલીસ બેડાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.