Abtak Media Google News

ડિગ્રી ઈજનેરી, ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોર્સમાં પ્રવેશ મેળવવા માગતા એ, બી અને એબી ગ્રૂપના ધોરણ 12 સાયન્સના ઉમેદવારો માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) માટે રૂ. 1 હજાર લેટ ફી સાથે 31 જાન્યુઆરીથી સુધી ફોર્મ ભરી શકાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ(જીએસઈબી) દ્વારા અગાઉ ગુજકેટ-2023ની પરીક્ષાનુ આવેદનપત્ર શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org, gujcet.gseb.org પર ઓનલાઈન અરજી કરવા માટેની અંતિમ તારીખ 25મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી હતી. જે હવે પછીથી રૂ. 1 હજાર લેટ ફી સાથે 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે.

ગુજકેટની પરીક્ષા ફી રૂ.350 અને લેટ ફી રૂ.1 હજાર મળીને કુલ 1350 એસબીઆઈ ઈ પે સિસ્ટમ મારફતે ઓનલાઈન દ્વારા અથવા એસબીઆઈઈ પેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા દેશની કોઈ પણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.