Abtak Media Google News

૪૦ કેમેરા લગાવાયા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના હસ્તે લોકાર્પણ

રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં વર્ષો જૂની માર્કેટ આવેલી છે. આ વિસ્તારમાં આવેલી સાંકડી માર્કેટમાં આશરે ત્રણેક હજાર જેટલી દુકાનો આવેલી છે. વિવિધ પ્રકારનો વ્યવસાય કરતા આ દુકાનદારો અવાર નવાર ગ્રાહકોના સ્વાંગમાં આવા ઠગોનો ભોગ બનતા હોય છે. તથા ટ્રાફીકની સમસ્યા પણ વિકરાળ બની છે. જેથી, ભકિતનગર, પોલીસ સ્ટાફની પ્રેરણાથી ગુંદાવાડી ઓલ મરચન્ટ એસોસીએશન દ્વારા આ માર્કેટમાં સ્વખર્ચે સીસીટીવી કેમેરા ફીટ કર્યા છે.12 2આ સીસીટીવી કેમેરાનું લોકાર્પણ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે અધિક પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, નાયબ પોલીસ કમિશ્નર ડો. સૈમી, પોલીસ ઈન્સ્પેકટર વી.કે.ગઢવી તથા મોટી સંખ્યામાં ગુંદાવાડીના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતુ કે આ માર્કેટમાં સીસીટીવીક કેમેરા લગાવવાથી વેપારીઓને ઠગતા ઠગોને ઓળખી શકાશે. ઉપરાંત, ટ્રાફીકની સમસ્યાને પણ કાબુમાં લઈ શકશે આ સીસીટીવી કેમેરાને આઈવે પ્રોજેકટ સાથે જોડીને મોનીટરીંગ કરવામાં આવશે.13 1આ પ્રસંગે ગુંદાવાડી એશોસીએશનના પ્રમુખ પરેશ કોરાટે જણાવ્યું હતુ કે આખી ગુંદાવાડીમાં ૪૦ કેમેરા લગાવેલા છે. અને ટોટલ ખર્ચ ગુંદાવાડી એસોસીએશનના દરેક સભ્યોએ ઉઠાવેલો છે. ક્રાઈમ ઘટે અને ક્રાઈમ ન થાય તેન માટે અંદાજે સવા ચાર લાખના ખર્ચે આ પ્રોજેકટ અમારો તૈયાર થયેલ છે. પોલીસ વેપારીઓ અને આવનાર ગ્રાહકોને મદદરૂપ થાય તેના માટે કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.