Abtak Media Google News

અબતકની મુલાકાતે આવેલા આયોજકોને વિશ્ર્વાસ છે કે વિરાણી હાઇસ્કુલ વિશાળ ગ્રાઉન્ડની મોકળાસ, પરાવારિક માહોલ, પ્રખ્યાત કલાકારો આધુનીક ટેકેનોલોજી આ રાગ ઉજવા બનશે ભવ્ય

નવરાત્રિ મહોત્સવનાં ભકિત ભર્યા માહોલમાં આપા ગીગા ઓટાના મહંત નરેન્દ્રબાપુના માર્ગદર્શન હેઠળ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ એક દિવસીય નવરાત્રિ મહોત્સવ તા. 7મી ઓકટોબરે આયોજન કરવામાં આવેલ છે. અબતકની મુલાકાતે હસમુખભાઇ ચોટલીયા, નરેન્દ્રભાઇ રાઠોડ, રાજુભાઇ કાચા, વીરેનભાઇ કાચા, રશ્મીનભાઇ કાચા, સંજયભાઇ ગાંગાણી, આનંદભાઇ જાવીયા, દીનેશભાઇ રાઠોડએ કાર્યક્રમનું વિસ્તૃત માહીતી આપતા જણાવ્યું હતું કે

ગુજર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના કાળના સમય બાદમાં ભગવતીની આરાધના  કરવા માટે નવરાત્રિ મહોત્સવના પાવન પ્રસંગે ઉજવવા માટે તેમજ મા ભગવતીની આરાધના કરવા માટે સમગ્ર જ્ઞાતિજનો માટે નવરાત્રિ મહોત્સવ-2022 નું આયોજન કરવામાં આવેલ છે. 7-10 ને શુક્રવારના રોજ સાંજે 6.30 કલાકે વિરાણી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ટાગોર રોડ રાજકોટ ખાતે યોજવામાં આવનાર છે.

આ નવરાત્રિ મહોત્સવમાં વિશાળ અને આકર્ષક ગ્રાઉન્ડની સાથો સાથ મુંબઇના ખ્યાતનામ સીંગરો સાથેનું ખુબ જ વિશાળ ઓરકેસ્ટ્રા તેમજ અઘ્યતન સાઉન્ડ સીસ્ટમ તેમજ આકર્ષીત લાઇટીંગ, વિશાળ સ્ટેજ, નિષ્પક્ષ નિર્ણાયકો દ્વારા પ્રિન્સ-પ્રિન્સેસની યોગ્ય પસંદગી કરવામાં આવશે. આ નવરાત્રિ મહોત્સવ ફકત અને ફકત સમગ્ર કડીયા જ્ઞાતિના લોકો માટેનો જ છે. જેમાં ફકત અને ફકત સમગ્ર કડીયા જ્ઞાતિના ભાઇઓ-બહેનો વડીલો, માતાઓ, યુવાઓને જ પ્રવેશ આપવામાં આવશે. અને તમામ ખેલૈયાઓએ નવરાત્રિ માટે ટ્રેડીશનલ ડ્રેસ ફરજયાત  ટ્રેડીશનલ ડ્રેસ વગર કોઇપણ ખેલૈયા ભાઇઓ-બહેનો ને રમવા માટેના ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહી. નવરાત્રિ મહોત્સવની શરુઆત સાંજે 6.30 કલાકે માં ભગવતીની પ્રાર્થનાથી થશે અને પ્રિન્સ-પ્રિન્સેસ બનવા માટે દરેક ખેલૈયાઓએ શરુઆતથી એટલે કે સાંજે 7 કલાકે પહલા ગ્રાઉન્ડ ઉપર પહોચવુંનું રહેશે.

આ નવરાત્રી મહોત્સવમાં કોઇપણ પ્રકારના વલ્ગરારીટી વાળા કાર્યક્રમો તેમજ અશોભનીયકૃત્ય કરનાર કોઇપણ વ્યકિતને તુરંત જ આ કાર્યક્રમની અંદરથી બહાર કરવામાં આવશે. શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા આ એક દિવસ ના નવરાત્રિ મહોત્સવમાં મહત્વનું આકષર્ણ એકલે કે ફકત ઇનામો જ નહી પરંતુ સંપૂર્ણ પણે સુરક્ષિત પારીવારીક માહોલ ઉભો થાય અને કુટુંબની દરેક બહેનો દીકરીઓ પણ આ કાર્યક્રમનો લાભ લઇ શકે જેના માટેનો જ્ઞાતિ સમસ્તનો સઁપૂર્ણ કરવામાં આવશે. સોના ચાંદીના તેમજ ઇલેકટ્રીક આઇટમના લાખેણા ઇનામોની વણઝાર સર્જશે.

શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા આયોજીત એક દિવસીય રાસોત્સવના પાસનું ફકત અને ફકત ટોકન દરે વિતરણ આગામી તા. 27-9 ને મંગળવારના રોજ જ્ઞાતિ સમસ્તની ઓફીસથી રોજ સવારે 10.30 થી 12.30 અને સાંજે પ થી 7 કલાકે ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત, રાજકોટ કાર્યાલય ગોપીનાથ કોમ્પ્લેકસ જીવરાજ હોસ્5િટલ નીચે ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી મળી શકશે. પાસ લેવા આવનાર દરેક જ્ઞાતિજનોએ પોતાનું આધાર કાર્ડની ઓરીજલ કોપી દેખાડવા માટે તેમજ ઝેરોક્ષ નકલ પોતાની સહી વાળી આપવાની રહેશે.

આ મહોત્સવ શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના નેજા હેઠળ શ્યામ વાડી ટ્રસ્ટ રાજકોટ, વિઘાર્થી મંડળ સમીતી, રાજકોટ, વિધાર્થી બોડીંગ સમીતી રાજકોટ, રમત ગમત અને સાંસ્કૃતિક સમીતી તેમજ જ્ઞાતિમાં ચાલતા દરેક મંડળો અને સમીતીઓ દ્વારા ફકત અને ફકત સમગ્ર કડીયા સમાજના દીકરા-દીકરીઓ માતા-બહેનો માટે સંપૂર્ણ  પારિવારીક માહોલમાં અને માત્ર કડીયા સમાજના લોકો માટે સંપૂર્ણ સુરક્ષિત નોમીનલ ચાર્જમાં ભવ્યાતિભવ્ય દિવ્યતિદિવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવનાર છે.

શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટના દરેક જ્ઞાતિજનોને વહેલી તકે પોતાના પાસ લઇ અને બહોળી સંખ્યામાં રાસોત્સવનો લાભ લેવા પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.