Abtak Media Google News

સૌ પ્રકારના કેન્સર કરનાર તમાકુ પ્રોડકટ ઉપર બેફામ ટેકસ નાંખવા જેથી ઓછા વેચાય અને વપરાશ દરેક પ્રકારના તમાકુ ઉત્પાદનનો વપરાશ એટલે મૃત્યુને ખુલ્લું આમંત્રણ: અસીમ સાન્યાલ

તમાકુ ઉત્પાદનો, પાન મસાલા ગુટકા સીગારેટ બીડી, હુકા અને ઇસીગરેટના  ઉપયોગથી ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા અને મૃત્યુ  વધતા જાય છે. વિશ્ર્વમાં ભારત કેન્સરના દર્દથી થતાં મૃત્યુમાં અવલ્લ નંબરે છે. આવા સંજોગોમાં દરેક તમાકુ ઉત્5ાદનો ઉપર ઉચ્ચો ટેકસનો દર નાખવા આગામી કેન્દ્ર સરકારના નાણાકીય બજેટમાં જોગવાઇ થવી જોઇએ. તેવી સર્વાનુમતે માંગણી સૌરાષ્ટ્ર યુનિ. ના અર્થશાસ્ત્રી ભવનમાં આયોજીત અગ્રણી અર્થશાસ્ત્રીઓના રાજયકક્ષાના સેમીનારમાં પસાર કરવામાં આવેલ હતી. જેની જાણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને કરવામાં આવેલ છે.

સેમીનારના મુખ્ય વકતા વોઇસ, ન્યુ દિલ્હીના વડા અસીમ સન્યાલએ જણાવ્યું હતું કે આધાર-પુરાવાઓ સાથે અર્થશાસ્ત્રીઓ તથા શ્રોતાઓને સંતોષકારક રીતે સાબીત કરી આપેલ હતું કે દરેક પ્રકારના તમાકુ ઉત્5ાદનો વપરાશ કરનાર માટે મોતને આમંત્રણ આપનાર છે. એટલું જ નહી સીગારેટ અને બીડીના ઘુમાડાની અસરમાં આવતા વ્યકિતને પણ અનેક પ્રકારના ચેપી રોગ થવાની શકયતા છે.

કેન્દ્રીય માજી આરોગ્ય મંત્રી અને ગૌ સેવક ડો. વલ્લભભાઇ કથીરીયાએ પોતાના આરોગ્ય ક્ષેત્રના અનુભવો વર્ણવતા જણાવેલ હતું કે કેન્સર ના રોગોના નિષ્ણાંત ડોકટર તરીકે મારી કારકીર્દીમાં પ્રેકટીસ કરતા મને ચોકકસ લાગ્યું છે કે તમાકુ ઉત્5ાદનો કેન્સર થવાના મુખ્ય કારણ છે.

ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે ઉ5સ્થિત જી.એસ.ટી. વિભાગના જોઇન્ટ કમિશ્નર આર.પી. રાવલએ સરકારનો પક્ષ રાખતા જણાવેલ હતુ: કે જીએસટી સંબંધેની સઁપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર પાસે છે જેથી આપણે સૌ આ પ્રકરણે કેન્દ્ર સરકારને સજાગ કરવી જરુરી છે.

સૌરા. યુનિ. ના અર્થશાસ્ત્ર વિભાગના વડા ડો. નવિનચંદ્ર શાહએ જણાવેલ હતું કે, સૌરાષ્ટ્ર યુનિ.  વિઘાર્થીઓને માત્ર અભ્યાસક્રમમા આવતા વિષયો સંબંધ માહીતી નથી આપતું પરંતુ દરેક  વિઘાર્થી ઉમદા રાષ્ટ્રભકત બને તેવા પ્રકારના જ્ઞાનવર્ધક સેમીનારો યોજતા રહીએ છીએ. આજે અમે સૌ સૌરા. યુનિ. અને વિઘાર્થીઓ વતી વડાપ્રધાનના તમાકુ મુકત ભારત મીશન ને તન, મન અને ધનથી સાથ સહયોગ આપવાની પ્રતિજ્ઞા લઇને છીએ.

સેમીનારમાં અર્થશાસ્ત્રી ડો. વિરલભાઇ પીપળીયા, માજી સાંસદ દંપતી રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી, ડો. સુરેશભાઇ પરવડા, ડો. સંજયભાઇ પંડયા, ડો. અમર બી. પટેલ, અર્થશાસ્ત્રી સુષ્ટીબેન મહેતા તેમજ મીતલ પરમાર, પુનીત થાનકી, જયેશભાઇ મહેતા, પ્રકાશભાઇ મહેતા તેમજ કાયદા વિભાગના વડા ડો. આનંદભાઇ ચૌહાણ વિગેરેએ પ્રાસંગોચીત માર્ગદર્શન પાવર પ્રોજેન્ટેશન સાથે આપેલ હતું.

ઓપન હાઉસ સેશનમાં પ્રશ્ર્નોતરી કરવામાં આવેલ હતી. સેમીનારનું સંચાલન અર્થશાસ્ત્રી ડો. સુરેશભાઇ પરવડાએ કરેલ હતું. આભાર વિધી રમાબેન માવાણી દ્વારા કરવામાં આવેલ હતી. રાષ્ટ્રગીત સાથે સેમીનાર સમાપન કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.