Abtak Media Google News

આહિર સોશ્યલ ગ્રુપ અને સમસ્ત મહાજનનું આયોજન: ર૧ ગામનાં ૩૦૦ જેટલા ભાવિકો કથાનો લાભ લેશે

આહિર સોશ્યલ ગ્રુપ  તથા સમસ્ત મહાજન જામકંડોરણા દ્વારા આગામી તા. ર૩ ને રવિવારથી તા. ર૯ ને શનિવાર સુધી હરિદ્વાર ગંગા નદીના કિનારે કચ્છી આશ્રમ ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જે અંગે વિસ્તૃત વિગત આપતા આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ભાગવત વ્યાસાપીઠે રાજકોટના જાણીતા કથાકાર નિરંજની ઘનશ્યામદાબાપુ સંગીત મય શૈલીથી ભાગવત સપ્તાહની કથાનું અમૃતપાન કરાવશે ભાગવત કથાનનોસમય સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે. તા. ર૩-૯ ને રવિવારે સવારે ૮ વાગ્યે વિશાળ પોથી યાત્રા ગંગા નદીના કિનારે નિકળશે. ત્યારબાદ કથાનો પ્રારંભ કરવામાં આવશે. ત્યારબાદ તા. રપ ને મંગળવારે નૃસિંહ પ્રાગટય, તા. ર૬ ને બુધવારે વામન જન્મ, તા. ૨૭એ કૃષ્ણ જન્મ મહોત્સવ તા. ર૮ ના રોજ ગોર્વધન રાસલીલા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા. ર૯ ના રોજ બપોરે. ૧ વાગ્યે કથાની પુર્ણાહુતિ થશે. ત્યારબાદ સર્વે ભકતજનોના પિતૃઓના મોક્ષાર્થે પિતૃ યજ્ઞ કરવામાં આવશે.

આ કથામાં રાજકોટ જામકંડોરણા ઉમરાળી, હલેન્ડા સહીત ર૧ ગામોના ૩૦૦ જેટલા ભકતજનો પધારશે તા.ર૮ અને ર૯ બે દિવસ કચ્છી આશ્રમ હરિદ્વાર ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે. સમગ્ર કથાનું આયોજન સર્વ ભરતભાઇ આહીર, જનકભાઇ ડાંગર, મનુભાઇ ડાંગર, નીતીનભાઇ પોપટ, અને સુરેશભાઇ હુંબલ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.