Abtak Media Google News

અમૂલ કોમન સોફટવેર લોન્ચ: ટુંક સમયમાં ૧૦૦ ટકા મંડળી સોફટવેર અપનાવી થશે કાર્યરત: મસ્તી દહી લોન્ચ: ૭.૫ ટનની દરરોજની જ‚રીયાત: અમૂલ બ્રાન્ડ વિવિધ દાણ ગ્રાહકો અને પશુપાલકો સુધી પહોચાડવા કવાયત: ડેરીમાં મોબાઈલ ન લઈ જવાનો યોગ્ય નિર્ણય

રાજકોટ જિલ્લા દુધ ઉત્પાદક સંઘ અને મંડળીઓની મહત્વની બેઠક મળી હતી. જેમાં ગેરરીતિ ડામવા માટે વિવિધ પગલા લેવાયા છે. આ અંગે માહિતી આપતા રાજકોટ ગોપાલ ડેરી પ્રમુખ ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું છે કે દુધ સંઘના બીએમસી ટેન્કર તેમજ કેમ ‚ટ વાહનો અને દુધ વિતરણની ગાડીઓનાં મોનીટરીંગ માટે સંઘે જીપીએસ સીસ્ટમ લગાવવામાં આવી છે.

વાહનોમાં જીપીએસ સીસ્ટમ લગાવવાથી વાહનોનું યોગ્ય શેડયુલ જાળવી શકાશેતેમજ વાહનમાં થતી દુધની ગેરરીતિ અટકાવી શકાય અને વાહનની પીન પોઈન્ટ એકયુરેસી મેળવી શકશે.

તેમજ છેલ્લા પંદર દિવસથી રાજકોટ સંઘે અમુલ મસ્તી દહીના ૨૦૦ ગ્રામ, ૪૦૦ ગ્રામ, ૧ કિલો અને ૫ કિલોના પેકીંગ શરૂ કરાઈ જે ગઈકાલે સુધીમાં ૭.૫ ટકા પ્રતિદિનનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત રાજકોટ દુધ સંઘ દ્વારા ૮૦ લાખ જેવુ પ્રીમીયમ ભોગવી દુધ ઉત્પાદકોને ૫ લાખનું અકસ્માત વિમા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

ફેડરેશન દ્વારા રાજયની તમામ દુધ મંડળીઓમાં અમૂલ કોમન સોફટવેરનું અમલીકરણ થાય તેવા પ્રયાસો છે. અને તમામ દુધ મંડળીઓમાં અમલીકરણ થાય તેવો સંઘનો ઉદેશ છે.

આ સોફટવેરના અમલીકરણથી દુધ મંડળીના વહીવટ અને હિસાબમાં પારદર્શકતા આવશે. અને દુધ ઉત્પાદકોનો મંડળી પ્રત્યે વિશ્વાસ વધશે. અમૂલ કોમન સોફટવેરથી દુધ ઉત્પાદકોને ભરેલ દુધનો મોબાઈલમાં સવાર સાંજે ટંકે મેસેજ દ્વારા જાણ કરાશે.

તેમજ મંડળીના હિસાબો સોફટવેરમાં લખી શકાશે. તેમજ તમામ રીપોર્ટ જેવા કે ટંક રીપોર્ટ ચુકવણી પત્રક બોનસ પત્રક તેમજ ઓડિટના પત્રકો સોફટવેર મારફતે બનાવી શકાશે.

દેશના પ્રધાનમંત્રીના ડિઝીટલ ઈન્ડીયા પ્રોજેકટને ગામડા સુધી અમૂલ કોમન સોફટવેર દ્વારા સફળ કરવા પ્રયાસ કરાયો છે. જેમાં ગુજરાતની ૧૮ હજાર દુધ મંડળીઓ અને તેની સાથે જોડાયેલા ૩૬ લાખ દુધ ઉત્પાદકોને આ પ્રોજેકટથી જોડાવાનો પ્રયાસ કરાયો છે.

સંઘ કક્ષાએ જીલ્લાની તમામ દુધ મંડળીઓનાં હિસાબોનું મોનીટરીંગ કરી મંડળીના વહીવટમાં સુધારો લાવી શકાશે. તેમજ અમૂલ બ્રાન્ડ વિવિધ દાણ ગ્રાહકો અને પશુપાલકો સુધી પહોચાડવા કવાયત કરવામાં આવશે અને અંતમાં ગોવિંદભાઈ રાણપરીયાએ જણાવ્યું હતુ કે ડેરીમાં મોબાઈલ ન લઈ જવાનો યોગ્ય નિર્ણય લેવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.