Abtak Media Google News

ફાઈનલ મેચમાં મેન ઓફ ધી મેચ બન્યા જીગ્નેશ પટેલ

તાજેતરમાં સુરેન્દ્રનગર ખાતે પાટીદાર સમાજ દ્વારા પાટીદાર પ્રીમિયમ લિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતભરમાંથી પાટીદાર સમાજની ક્રિકેટ ટીમે ભાગ લીધો હતો આ પ્રીમિયમ લિંગમાં હળવદની ઉમિયા સ્ટાર ટીમ ચેમ્પિયન બની હતી

Advertisement

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ પાટીદાર પ્રીમિયમ લિંગનું ભવ્ય આયોજન પાટીદાર સમાજના યુવાનો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું  આ આયોજનમાં ગુજરાતભરમાંથી પાટીદાર સમાજની કુલ ૩૨ ક્રિકેટ ટીમેએ ભાગ લીધો હતો જેમાં હળવદની ઉમિયા સ્ટાર ક્રિકેટ ટીમ એ પણ ભાગ લઇ સાનદા પર્ફોમન્સ કર્યું હતું અને ઉમીયાસ્ટાર ટીમ ચેમ્પિયન બની હતી જેમાં હળવદના યુવા ક્રિકેટર સંદીપ પટેલ ચેમ્પિયન બન્યા હતા જ્યારે ફાઇનલ મેચમાં મેન ઓફ ધી મેચ જીગ્નેશ ભાઈ પટેલ બન્યા હતા જયારે સેમિફાઇનલ ઓફ ધ મેચ સંદીપભાઈ પટેલ બન્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે આશરે ત્રણેક વર્ષ પહેલા હળવદ પાટીદાર  ક્રિકેટ પ્રેમી યુવાનોએ ઉમિયા સ્ટાર  ક્રિકેટ ટીમ બનાવવામાં આવેલ હતી ઉમિયા સ્ટાર ક્રિકેટ ટીમ અગાઉ પણ રાજ્યના વિવિધ ક્ષેત્રમાં ક્રિકેટમાં ભાગ લઇ શાનદાર દેખાવ કરવામાં આવ્યો છે જ્યારે હાલ રાજકોટ ખાતે યોજાઇ રહેલ ક્રિકેટમાં પણ હળવદની ઉમિયા સ્ટાર ટીમ એ ભાગ લીધો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.