Abtak Media Google News

ડીવાયએસપી એચ.પી.દોશી સહિતના સ્ટાફે હોટલના પ્રાંગણમાં દરોડો પાડી 9660 દારૂની બોટલ અને 816 બિયરના ટીન કર્યા કબ્જે

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિસનની પ્રવૃત્તિને નાબૂદ કરવાની સૂચનાને પગલે લીંબડી ડીવાયએસપી એચ.પી.દોશી સહિતના સ્ટાફ દ્વારા કાર્યવાહી કરી પાણશીણા પોલીસ મથકના પીએસઆઈ કે.એચ.ઝનકાત સહિતના સ્ટાફે જય ખોડીયાર હોટલના પ્રાંગણમાં દરોડો પાડી ટ્રકમાંથી અડધા કરોડનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ટ્રકની તલાસી લેતાં તેમાંથી 9660 વિદેશી દારૂની બોટલ અને 816 બિયરના ટીન કબ્જે કાર્ય છે.

આગેડી પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા પોલીસ મથકના સ્ટાફે નેશનલ હાઇવે પર દેવપરા ગામના બોર્ડ પાસે આવેલી જય ખોડીયાર હોટલના કમ્પાઉન્ડમાં રહેલા જીજે-01-ડીવી-3486 નંબરની ટ્રકમાં મમરાની થેલીઓની આડમાં છુપાયેલા વિદેશી દારૂના જથ્થાનો ઝડપી પાડયો હતો.

પાણશીણા પોલીસ મથકના કોન્સ્ટેબલ સુરેશભાઈ સામતભાઇને મળેલી બાતમીના આધારે હોટલ કમ્પાઉન્ડમાં દરોડો પાડી તેમાંથી રૂ.38,33,460 કિંમતની 9660 વિદેશી દારૂની બોટલ, રૂ.81,600 કિંમતના બિયરના ટીન રૂ.10,00,000ની કિંમતનો ટ્રક મળી ફૂલ રૂ.49,16,560 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દરોડામાં ટ્રકનો ડ્રાઈવર ફરાર થઈ જતાં પોલીસે તેની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.