Abtak Media Google News

પાકિસ્તાનની અલ-હજ નામની બોટમાંથી 55 પેકેટ હેરોઇન જથ્થો ઘુસાડવાનો નાપાક ઇરાદો એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે નિષ્ફળ બનાવ્યો

સૌરાષ્ટ્રનો વિશાળ દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ મોકળુ મેદાન સમજીને અવાર નવાર ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા દ્વારા ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડવા સાજીસ કરી રહ્યા છે ત્યારે દેશની સુરક્ષા એજન્સી પણ ડ્રગ્સ માફિયાઓને ભરી પીવા સજજ બની કેન્દ્ર અને રાજયની કુલ નવ જેટલી જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સાગર સુરક્ષા કવચ અભિયાન હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન જખૌના દરિયામાંથી પાકિસ્તાનની અલ-હજ નામની પાકિસ્તાની બોટને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમ દ્વારા અટકાવી તલાસી લેતા બોટમાંથી રૂા.300 કરોડની કિંમતના 55 પેકેટ હેરોઇનના મળી આવતા બોટ લઇને જખૌ દરિયા કિનારે આવેલા નવ પાકિસ્તાનીની ધરપકડ કરી છે.

ગાંધીધામમાં કસ્ટમના ક્લિયરીંગ દરમિયાન ક્ધટેનરમાં જીપ્સનની આડમાં હેરોઇન ઘુસાડયાનો

ગાંધીધામના એ.વી.જોષી સીએફએસમાં છેલ્લા આઠેક માસથી રહેલા ત્રણ ક્ધટેનરની કસ્ટમ દ્વારા ક્લિયરીંગ કરવામાં આવ્યું ત્યારે તેમાંથી રૂા.2100 કરોડની કિંમતનું 300 કિલો હેરોઇનનો જંગી જથ્થો મળી આવતા કસ્ટમ ડીઆરઆઇ અને એટીએસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અફઘાનિસ્તાનથી આવેલા ક્ધટેનરનું ચોકક્સ ઇરાદા સાથે આઠ માસ બાદ ક્લિયરીંગ કરાવ્યું હોવાનું અને તંત્રની આંખમાં ધુળ નાખી ડ્રગ્સનો જથ્થો ઉત્તર ભારતમાં મોકલવાનો હોવાનું બહાર આવ્યું છે.

ઘટ્ટસ્ફોટ થયા બાદ કચ્છના દરિયામાંથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ બની સર્તક

ગાંધીધામથી મળી આવેલા હેરોઇનના જંગી જથ્થો ઝડપાતા દેશની જુદી જુદી સુરક્ષા એજન્સી દ્વારા સાગર સુરક્ષા કવચ સમગ્ર સૌરાષ્ટ્રના દરિયામાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યુ છે. ત્યારે જખૌ ખાતે પાકિસ્તાનની બોટ કોસ્ટ ગાર્ડ અને એટીએસની બોટ જોઇને ભાગવાનો પ્રયાસ કરતા તેનો પીછો કરી પાકિસ્તાનની અલ-હજ બોટને કોસ્ટ ગાર્ડ અને એટીએસની ટીમ દ્વારા ઝડપી લીધો છે. અલ-હજ બોટમાંથી રૂા.300 કરોડની કિંમતના 55 પેકેટ હેરોઇન મળી આવતા બોટમાં રહેલા નવ પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા છે. પાકિસ્તાની નાગરિકોની દરિયામાં કરેલી ઘુસણખોરી અને ડ્રગ્સ હેરાફેરી અંગે સઘન પૂછપરછ હાથધરવામાં આવી છે. જખૌમાં હેરોઇનનો જથ્થો કેને આપવાનો હતો અને પાકિસ્તાનના કયાં ડ્રગ્સ માફિયા દ્વારા હેરોઇનનો જથ્થો મોકલવામાં આવ્યો તે અંગે પૂછપરછ હાથધરવામાં આવી છે.

થોડા દિવસો પૂર્વે જ મુન્દ્રા પોર્ટ પર ઇરાનથી આવેલા 2100 કરોડની કિંમતના 3 હજાર કિલો ડ્રગ્સ સાથે નવ શખ્સોને એટીએસ અને ડીઆરઆઇના સ્ટાફે ઝડપી લીધો હતો. મુન્દ્ર પોર્ટ પરથી પકડાયેલા ડ્રગ્સના જંગી જથ્થા ઝડપાયેલા ચાર અફઘાની, ચાર ભારતીય અને એક ઉઝબેકિસ્તાનના શખ્સની ધરપકડ કરી ડીઆરઆ દ્વારા ગાંધીધામ, નવી દિલ્હી, નોઇલા, ચેન્નાઇ, કોઇમ્તુર, અમદાવાદ, માંડવી અને વિજયવાડા ખાતે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ડ્રગ્સનો જથ્થો ભારતથી શ્રીલંકા અને નેપાળ ખાતે મોકલવાનો હતો.

જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી સ્ટાફે તાજેતરમાં જ આરાધના ધામ પાસેથી ડ્રગ્સ સાથે મુંબઇના શખ્સને રૂા.88.25 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો તેની પૂછપરછ દરમિયાન સલાયાના કુખ્યાત સલીમ કારા અને અલી કારા નામના શખ્સો પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબુલાત આપતા પોલીસે તેને ત્યાં દરોડો પાડતા તેની પાસેથી રૂા.315 કરોડનું 63 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો તેમજ ડ્રગ્સનો કેટલોક જથ્થો નવલખી પાસેના ઝીંઝુડા ગામેથી મૌલવી સહિત ત્રણ શખ્સોને રૂા.600 કરોડની કિંમતના 120 કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા.

દરમિયાન કંડલા બંદર પર આવેલા પાંચ ક્ધટેનરની તપાસ દરમિયાન કસ્ટમ ડીઆરઆઇની તપાસ દરમિયાન એક ક્ધટેનરમાંથી 2100 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપાતા તપાસમાં રાજયની એટીએસની ટીમ ગાંધીધામ દોડી ગઇ છે. ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનથી અંદાજે 5 હજાર કરોડનો ડ્રગ્સ મોકલ્યાના એટીએસ અને ડીઆરઆઇને ઇન્પુટ મળ્યા છે. હેરોઇનનો જથ્થો ઉત્તર ભારતમાં મોકલવાનો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. હેરોઇનકાંડમાં સ્થાનિક શખ્સોની પણ સંડોવણી હોવાનું બહાર આવતા તંત્ર દ્વારા તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પંજાબના અટારી બોર્ડર પરથી રૂ.700 કરોડનો 102 કિલો હેરોઇનનો જથ્થો ઝડપાયો

પંજાબના અટારી બોર્ડર પરથી સુરક્ષા એજન્સીએ પેટ્રોલીંગ દરમિયાન રૂ.700 કરોડની કિંમતનું 102 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કસ્ટમ અધિકારીઓએ પંજાબના અટારીમાં ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ  પરથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે રૂ.700 કરોડની કિંમતનું 102 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ જથ્થો દિલ્હી સ્થિત આયાતકાર દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ લિકરિસ (મુલેથી) ના ક્ધસાઈનમેન્ટથી ભરેલું હતું. કસ્ટમ વિભાગના જણાવ્યાં અનુસાર, દારૂના ક્ધસાઈનમેન્ટના એક્સ-રે સ્કેનિંગ બાદ ડ્રગ્સની દાણચોરીની જાણ થઈ હતી. લાકડાના લોગના ક્ધસાઇનમેન્ટમાં કેટલાંક અનિયમિત સ્થળો હોવાની શંકા બાદ કસ્ટમ કર્મચારીઓએ બેગો ખોલી અને જોયું કે કેટલીક થેલીઓમાં નાના નળાકાર લાકડાના લોગ હતા જે દારૂના ન હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.