Abtak Media Google News

ન્યાયતંત્ર પર વિશ્વસનીયતા અને તેના આધારે ન્યાય મેળવવાનો આત્મવિશ્વાસ જ લોકતંત્ર અને સંવિધાનની ગરીમાને વધુને વધુ મજબુત બનાવી રાખે છે અલબત્ત ન્યાયતંત્રમાં વિલંબ અંગે પણ સમાજની સામાજિક માન્યતા માં કહેવત છે કે ન્યાયતંત્ર માં દેર છે પણ અંધેર નથી, ખરેખર ખરેખર અદાલતની કાનૂની કાર્યવાહીમાં વિલંબ ની ફરિયાદો પાછળ હકીકત કંઇક અલગ છે દેશની વિવિધ અદાલતોમાં અત્યારની પરિસ્થિતિએ સાડા ચાર કરોડ થી વધુ કેસ પેન્ડિંગ બોલે છે, તેની પાછળ મુખ્ય કારણમાં દેશની વિવિધ વિસ્તારોની અદાલતોમાં ન્યાયાધીશોની 50 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવાનું બહાર આવ્યું છે.

ન્યાયાધીશોની અછતના કારણે નીચલી અદાલતોમાં વિશેષ પણે કેસના ખડકલા થઈ રહ્યા છે, તાજેતરમાં કરવામાં આવેલા સર્વેમાં પી આર એસ લેજિસ્લેટિવ રિસર્ચમાં તારાક કરોડથી વધુ કેસ પેન્ડિંગ હોવાનું બહાર આવ્યું છે તેની સામે છેલ્લા બે વર્ષમાં 50 ટકાથી વધુ ગયા મહિને જ હાઇકોર્ટમાં 1098 ન્યાયધીશોની જગ્યા સામે 465 જગ્યાઓ એટલે કે 27 ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડી છે.

છેલ્લા 12 વર્ષની પરિસ્થિતિમાં દેશની પાંચ હાઇકોર્ટમાં તેલંગાણા પટણા રાજસ્થાન ઓરિસ્સા અને દિલ્હીમાં જો 50 ટકાથી વધુ ન્યાયધીશોની જગ્યા ખાલી છે 2016 થી 2021 સુધીમાં અલગ-અલગ હાઇકોર્ટમાં 56 અને નીચલી અદાલતોમાં 400 જગ્યાઓ ખાલી છે ગાયત્રી સોની અછતના કારણે જો અદાલતોની કાર્યવાહીમાં વિલંબ થાય છે.

કાનૂની પ્રક્રિયા અને વિવિધ કારણોસર પડતર કેસોમાં નીચ લી અદાલતમાં એક વર્ષ સુધી ના કેશો ની ટકાવારી 20% દોઢ વરસ વાળા કેસમાં હાઈકોર્ટમાં 40% પાંચથી દસ વર્ષમાં સમયગાળાના હાઇકોર્ટમાં 20 ટકા અને 10 થી 30 વર્ષથી વિલંબ રહેલા દેશોની સંખ્યા 20 ટકા જ્યારે 30 વર્ષથી ઉપર ઘણા સમયથી પડતર પડેલાં હોય તેવા હાઈ કોર્ટના કેસોની ટકાવારી એક ટકા છે.

જ્યારે 30 વર્ષથી ઉપરના સમય સુધી પેન્ડિંગ રહેલા કેસોની સંખ્યા નીચલી પ્રાદેશિક અદાલતમાં 0 થવા પામી છે દેશમાં અત્યારેસાડા  ચાર કરોડ કેસોનો ભરાવો થયો છે અને 50 ટકાથી વધુ ન્યાયમૂર્તિઓની જગ્યા ખાલી હોવાથી અદાલતોમાં ન્યાયની પ્રક્રિયા વિલંબથી ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.