Abtak Media Google News
હળવદમાં લાખોના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા ધૂળ ખાય રહ્યા છે

અબતક,ઋષી મહેતા, મોરબી

હળવદ શહેર પર બાજનજર રાખતા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે . શહેરમાં 2015 ની સાલમાં અંદાજીત 4.96 લાખના ખર્ચે જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા.લાખો રૂપિયાના ખર્ચે ફીટ કરાયેલા કેમેરા મેન્ટેનન્સ અભાવે ધુળ ખાઈ રહયા છે.હળવદ શહેરમાં ગુનાખોરી, ચોરી, લૂંટફાટ, ટાફીક સમસ્યાઓ અટકાવવા પોલીસને મદદરૂપ થાય તેવા આશયથી શહેરમાં સીસીટીવી કેમેરા શહેરના મેન રોડ પર અલગ અલગ એંગલથી ફિટ કર્યા હતા. જે સીસીટીવી કેમેરાઓ હાલમાં મેન્ટેનન્સના અભાવે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે હળવદ પોલીસ અને લોકોની માંગણીને ધ્યાનમાં લઇ હળવદ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ પર ગુનાખોરી ચોરી લુટ અને ટ્રાફિક પર કાબુ કરવા તેમજ શહેરની હલચલ પર બાજનજર રહે તે માટે સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવ્યા હતા.

આ તમામનું મોનીટરીંગ હળવદ પોલીસ સ્ટેશન માંથી જોઈ શકાય તે માટે ડિસ્પ્લે સહિત મૂકવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ તમામ કેમેરાઓ  મેન્ટેનન્સ અભાવે  ધુળ ખાઈ રહયા છે. એક પણ કેમેરો કાર્યરત નથી. જો  કેમેરા શરૂ કરવામાં આવે તો પોલીસને મદદરૂપ થઈ શકે છ્ે શહેરના મુખ્ય રોડ પર સીસીટીવી કેમેરા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી હળવદ વાલીઓની લાગણી અને માગણી ઉઠવા પામી છે.સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવે તો પોલીસને મદદરૂપ થાય તેમ છે. કાઈમ રેઈટ માં ધટાડો થાય તેવું શહેરીજનો માં ચર્ચાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.