Abtak Media Google News

ચાર આરોપી ઝડપાયા, છ આરોપી નાસી છૂટયા

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડયા છે જેમાં ચાર આરોપીઓને ઝડપી લેવાયા છે જ્યારે જુગારની ક્લબ ચલાવનાર સહિત છ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા પોલીસ દ્વારા ૫૬ હજારની રોકડ તેમજ બે મોબાઇલ સહિત ૬૬હજારનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની પોલીસ હળવદ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે જુગાર ક્લબ ચાલતી હોવાની બાતમી ટેસ્ટ મોનિટરિંગ સેલના અધિકારીઓને મળી હતી જેથી ગત રાત્રીના ત્યાં રેડ પાડવામાં આવતા જુગારધામ ઝડપાયું છે

જુનાદેવળીયા ખાતે રહેતા મનસુખભાઈ બચુભાઈ કોળી નામનો શખ્સ તેના મકાનની બાજુમાં તેની કબ્જાની જમીનમાં બહારથી લોકોને બોલાવી જુગારધામ ચલાવતો હોય ત્યારે  ગતરાત્રીના પણ જુગારધામ ચાલતું હોય તે વેળાએ સ્ટેટ મોનીટરીંગ સેલએ દરોડો પાડતા રાજદીપસીહ ઉર્ફે રાજભા પરમાર રહે જુનાદેવળીયા,ભરતભાઈ દેવજીભાઈ ઠાકોર રહે જુનાદેવળીયા,પ્રકાશભાઈ પ્રભુ ભાઈ કણજારીયા રહે ધનાળા અને નરેશભાઈ ગોવિંદભાઈ ઠાકોર રહે સુસવાવ ને ઝડપી લીધા હતા

જ્યારે રેડ દરમિયાન જુગારધામ ચલાવનાર મનસુખભાઈ બચુભાઈ કોળી રહે જુનાદેવડીયા તેમજ રમેશભાઈ પ્રભુભાઈચરમારી રહે જુનાદેવળીયા,સુરેશભાઈ દેવજીભાઈ ભીમાણી રહે જુનાદેવળીયા,રમેશભાઈ ગોવિંદભાઈ રબારી રહે જુનાદેવડીયા,સંજયભાઈ છનાભાઇ ચરમારી રહે જુનાદેવળીયા અને પ્રતાપભાઈ ભીખુભાઈ રાજપૂત રહે સુસવાવ સહિત છ આરોપીઓ નાસી છૂટયા હતા

પોલીસ દ્વારા જુગારના પટમાંથી ૫૬૭૨૦ની રોકડ રકમ તેમજ બે મોબાઇલ કિંમત રૂપિયા ૧૦ હજાર મળી કુલ રૂપિયા ૬૬૭૨૦નો મુદ્દામાલ કબજે લઇ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.