Abtak Media Google News

હથિયાર સપ્લાયર, ફાયનાન્સર અને કાર લે-વેચના ધંધાર્થી સહિત પાંચ શખ્સોની ધરપકડ: ચાર પિસ્તોલ કબ્જે

દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા હાથ ધરાયેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન બે દિવસ પહેલાં બે પિસ્તોલ સાથે ઝડપાયેલા ફાયનાન્સરની રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં લક્ષ્મીવાડીના કાર લે-વેચનો ધંધાર્થી અને ગાંધીગ્રામનો શખ્સ બે પિસ્તોલ સાથે ઝડપાયા હતા. ત્રણેય શખ્સોને હથિયાર સપ્લાય કરનાર વડોદરા અને છોટા ઉદેપુર પંથકના શખ્સને ઝડપી લેવામાં એસઓજીને સફળતા મળી છે.

લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતા અને ફાયનાન્સનો ધંધો કરતા ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ જગતસિંહ ઝાલા નામના શખ્સને બે દિવસ પહેલાં બાતમીના આધારે એસઓજી સ્ટાફે બે પિસ્તોલ સાથે ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર મેળવી સઘન પૂછપરછ કરી હતી.

ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ ઝાલાની પૂછપરછ દરમિયાન તેને બંને પિસ્તોલ વડોદરાના દિપક ઉર્ફે બંન્ટી નંદકિશોર શર્મા અને છોટા ઉદેપરના કવાટ ગામના કેતન ઉર્ફે શન્ની ચંદ્રકાંત પંચોલી નામના શખ્સ પાસેથી ખરીદ કર્યાની કબુલાત આપી હતી.

એસઓજી પી.આઇ. આર.વાય.રાવલ, એએસઆઇ ધમેન્દ્રસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ ભાનુભાઇ મિયાત્રા, કિશનભાઇ આહિર અને ધમેન્દ્રસિંહ ઝાલા દિપક ઉર્ફે બન્ટી અને કેતન ઉર્ફે શન્ની નામના શખ્સોની ધરપકડ કરી પૂછુપરછ કરતા બંને શખ્સોએ ચિન્ટુ ઉર્ફે સંજયસિંહ ઝાલા ઉપરાંત લક્ષ્મીવાડીના અને હાલ સુરત કાર લે-વેચનો ધંધો કરતા હિતેશ નાથા ખાંટ નામના શખ્સને એક દેશી બનાવટની પિસ્તોલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે બંને શખ્સોએ ગાંધીગ્રામ વિસ્તારના ગાંધીનગરમાં રહેતા ભાવિક મહેશ અગોલા નામના પટેલ શખ્સને પણ એક પિસ્તોલ વેચી હોવાની કબુલાત આપતા એસઓજીએ તેની ધરપકડ કરી પિસ્તોલ કબ્જે કરી છે. પોલીસે બંને સપ્લાયર અને વધુ બે હથિયાર સાથે ઝડપાયેલા બંને શખ્સોને રિમાન્ડ પર લેવા પોલીસે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.