Abtak Media Google News

અધતન વોકિંગ ટ્રેક, લાઈટીંગથી મેદાન ઝળહળી ઉઠ્યું

ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કુલના મેદાનમાં રૂ.૫૦ લાખના ખર્ચે બનેલા વોકિંગ ટ્રેકનું ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

ગોંડલ ની ઐતિહાસિક સંગ્રામસીહજી હાઇસ્કુલ નાં મેદાનમાં વરસોથી યુવાનો ક્રીકેટ રમતાં હોય અને ટુર્નામેન્ટ યોજાતી હોય ઉપરાંત વહેલી સવારે શહેરીજનો વોકીંગ સાથે વ્યાયામ કરી સ્વાસ્થ્ય સાંચવતા હોયછે ત્યારે માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પ્રયત્ન હાથ ધરી રાજ્ય સરકાર માં તાકીદ ની રજુઆત કરતાં અના અને નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા એ પણ વારંવારની રજુઆત રંગ લાવી હોય તેમ ચૌદમા નાણાપંચ ની મળેલ ગ્રાંટ સહીત રું પચાસ લાખ નાં ખર્ચે તૈયાર થયેલ વોકીંગ ટ્રેક નું જયરાજસિંહ જાડેજા ના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

Img 20201108 Wa0116

અદ્યતન વોકીંગ ટ્રેક ઉપરાંત લાઇટીંગ દ્વારા સંગ્રામસીહજી હાઇસ્કુલ નું મેદાન ઝળહળતું બન્યું છે.આગામી સમયમાં અહી સિક્યુરિટી ની વ્યવસ્થા કરાશે તેવું કારોબારી અધ્યક્ષ પૃથ્વી સિંહ જાડેજા એ જણાવ્યું હતું.અદ્યતન વોકીંગ ટ્રેક દ્વારા શહેરીજનો ને અદ્ભુત સુવિધા પ્રાપ્ત બની છે.લોકાર્પણ કાર્યક્રમ  માં શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા,મોહનસિંહ જાડેજા સહીત આગેવાનો,શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.