Abtak Media Google News

ડેરા સચ્ચા સૌદાના ચીફ ગુરમીત રામ રહીમની દત્તક દીકરી હનીપ્રીતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ ગુરુવારે દાવો કર્યો છે કે તેને જીવનું જોખમ છે. પોલીસ પ્રોટેક્શન મેળવવા માટે વિશ્વાસે આજે કરનાલના પોલીસ-સ્ટેશનની મુલાકાત લીધી હતી. તેની સાથે તેના પિતા મહેન્દ્ર ગુપ્તા પણ પોલીસ-સ્ટેશન ગયા હતા.

વિશ્વાસે જણાવ્યું કે તેને ડેરા સચ્ચા સૌદાની કુરબાની વિંગ તરફથી ધમકીનો પત્ર મળ્યો હતો. વિશ્વાસે 1991માં હનીપ્રીત સાથે લગ્ન કર્યા હતા.તેણે આરોપ લગાવ્યો છે કે જ્યારથી તેણે ગુરમીત રામ રહીમ અને તેની પત્ની વચ્ચેના ગેરકાયદે સંબંધો જાહેર કર્યા છે, ત્યારથી તેને ડેરાના ગુંડાઓ તરફથી ધમકીભર્યા પત્રો મળી રહ્યાં છે.તેણે એવો પણ દાવો કર્યો છે કે ગુંડાઓએ તેને ધમકી આપી છે કે રામ રહીમની છબી ખરડવાના ગંભીર પરિણામો ભોગવવા પડશે.કરનાલ સિટી પોલીસ-સ્ટેશનના SHO ઇન્સ્પેક્ટર રાજબીર સિંહે જણાવ્યું, “ગુપ્તાએ અહીંના સેક્ટર 4 પોલીસ પોસ્ટમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે કે કોઇ અજાણ્યો કોલરે તેને મારી નાખવાની ધમકી આપી હતી. અમે તેની ફરિયાદના આધારે તપાસ કરી રહ્યા છીએ.”

મીડિયા ચેનલોને પણ મળ્યા ધમકીભર્યા પત્રોઘણીબધી મીડિયા ચેનલોને પણ ડેરાની કુરબાની વિંગ તરફતી લોકો સાથે બદલો લેવાના ધમકીભર્યા પત્રો મળ્યા હતા.ખાસ કરીને પત્રકારો અને હરિયાણા પોલીસના અધિકારીઓને રામ રહીમ વિરુદ્ધ બોલવા માટે આવા પત્રો મળ્યા હતા. પોલીસ તપાસ કરી રહી છે કે આવા ધમકીના પત્રો ક્યાંથી આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.