Abtak Media Google News

હેડ ઓફિસે પૈસા ભર્યા હોવા છતાં હપ્તો બાકી છે તેવું કહેવામાં આવી રહ્યું છે બીજી બાજુ સામાકાંઠે વિજબીલની કામગીરી ઠપ્પ: યોગ્ય કરવા રજૂઆતો

મોરબીમાં પોસ્ટ સેવાની હાલત કથળતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં રિકરિંગ ખાતામાં પૈસા ભર્યા હોવા છતાં પોસ્ટ દ્વારા હપ્તો બાકી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી સમાકાંઠે આવેલી પોસ્ટ ઓફિસમાં વિજબીલ ભરવાની કામગીરી બંધ હાલતમાં છે. ત્યારે આ મામલે એક જાગૃત નાગરિકે અને સંસ્થાએ પોસ્ટ વિભાગને રજુઆત કરી છે.

Advertisement

મોરબીના સામાકાંઠે રહેતા યુ.જે દવેએ રાજકોટ પોસ્ટ વિભાગમાં ફરિયાદ કરી હતી કે આજે તેઓ સામકાઠાની પીપી ડબ્લ્યુ પોસ્ટ ઓફીસમાં ગયા હતા. ફરજ પર હાજર વ્યક્તિએ કર્મચારી ટ્રેનિગમાં ગયા હોય પબ્લિકનું કામ બંધ છે તેવું કહ્યું હતુ અને વિજબીલ કે ગેસબીલ લેવાની ના પાડી હતી. આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી યુ.જે. દવેએ માંગ ઉઠાવી છે.

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી કે મોરબીની પોસ્ટ ઓફિસમાં રીકરીંગ ખાતામાં પુરા પૈસા ભર્યા હોવા છતાં એક બે હપ્તા ભર્યા નથી તેવું કહ્યું છે. મોરબીના એજન્ટ છેલ્લા ૧૬ વર્ષથી રીકરીંગ ખાતાનું કામ કરી રહ્યા છે. એજન્ટે શક્તિ પ્લોટ પોસ્ટ ઓફિસમાં ૧૦ ગ્રાહકોના રેગ્યુલર પૈસા ભર્યા છે. પરંતુ આ પૈસા પોસ્ટની બુકમાં જમા થયા નથી. શક્તિ પ્લોટની પોસ્ટ ઓફીસ બંધ થતાં ત્યાંનો વહીવટ હેડ પોસ્ટ ઓફિસે સાંભળ્યો છે. ગ્રાહકોની મુદત પુરી થતા દસ ગ્રાહકના હપ્તા ઓછા છે તેવું કહી પોસ્ટ ઓફિસે હાથ ઊંચા કરી દીધા છે. આ બાબતે જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.