Abtak Media Google News

 વિદ્યાનગર ખાતે ગણેશોત્સવના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહેલા ‘પાસ’ કન્વીનર હાર્દિક પટેલ ની આણંદ નજીકથી પોલીસે ધરપકડ કરી લીધી હતી. પાટણ ખાતે ‘પાસ’ના એક નેતા પર હુમલો કરવાના પ્રકરણમાં નોંધાયેલી ફરિયાદ અનુસંધાને તેની ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળે છે. હાર્દિકની ધરપકડ કરી કોઇ અજ્ઞાત સ્થળે લઇ જવાયો હોવાનું મનાય છે.

સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વિદ્યાનગરમાં સ્ટ્રાઇક ગૃપ અને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના ઉપક્રમે ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સાંજની આરતીમાં હાજરી આપવા માટે હાર્દિક પટેલ આજે આવવાનો હતો. જો કે તે સમારંભ સ્થળે પહોંચે તે પહેલાં જ ચીખોદરા ચોકડી પાસેથી પોલીસ દ્વારા તેને પકડી લેવાયો હતો. ગાંધીનગર પાસીંગની પોલીસ ગાડીમાં બેસાડી તેને અજ્ઞાત સ્થળે લઇ જવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.