Abtak Media Google News

રાજકોટ શહેરમાં પાટીદાર આગેવાન હાર્દિક પટેલએ એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, જેમાં તેણે મંગળવારે પાટીદાર અનામત આંદોલન અંગે પાટીદાર સમાજની 6 અગ્રણી સંસ્થાઓ સાથે થયેલી બેઠક અંગે માહિતી આપી હતી. હાર્દિકે કહ્યું કે, ‘આંદોલન વખતે આનંદીબહેને કરેલી વાત જ ગઇકાલે મિટિંગમાં દોહરાવવામાં આવી છે. બિન અનામત આયોગ EBC જેવું જ છે.’

થોડા સમય પહેલા જ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા હાર્દિકે ટ્વીટ કરી વેલકમ લખ્યું હતું. આ અંગે સવાલ પર તેણે કહ્યું કે, ‘કોગ્રેસમાં કે ભાજપમાં કયારેય નહીં જોડાઉ. જે પાર્ટી અનામત આપશે એ જ સત્ત પર રહેશે. હવેનું આંદોલન સાયલન્ટ, મજબૂત અને સ્વયંમભુ રહેશે. આગામી ચૂંટણી ભાજપ વિરુદ્ધ 6 કરોડ જનતાની છે. અમે બિન અનામત અયોગને આવકારીએ છીએ, બિન અનામત અયોગ EBC જેવું જ છે. નલિન કોટડીયા આજે ભાજપ તરફી જતા રહ્યા છે.
મંગળવારે પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ બિનઅનામત આયોગ અંગે તૈયારી બતાવી હતી. જે બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં પાટીદાર આગેવાનોની માંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે હાર્દિકે કહ્યું કે આજની મિટિંગ ફેલ રહી છે.

બેઠક બાદ નિતિન પટેલે જણાવ્યુ કે,સરકારે ઘણી વખત ચર્ચા કરી છે. સરકાર તરફથી અનેક લાભો અપવામાં આવ્યા છે. આર્થિક અનામતનો કાયદો સુપ્રીમના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. પાટીદાર સમાજની મુખ્ય માંગણી હતી કે પાટીદારો પર થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવે. તે તમામ કેસો પાછા ખેંચવા સરકાર તૈયાર છે. સંસ્થાઓ તરફથી માંગ હતી કે, શહીદ થયેલા પાટીદારોના સમાજના પરિવારને નોકરી આપવામાં આવે. તે માટે પણ સરકાર તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.