ઉનાળાની ગરમીમાં તડકો ખૂબ હોય છે. ત્યારે દરેક વ્યક્તિને અવનવા કુલર્સ પીવાની ઈચ્છા થતી હોય છે. ત્યારે પ્રેશ્ન એ થાય કે નવા ઠંડા પીણાં ક્યાં બનવા ? જેથી પરિવારજનોને મજા આવે અને તે કહે વાહ-વાહ ઠંડક થઈ ગઈ છે. ત્યારે આજે એક એવું મસ્ત ઠંડુ પીણાની રેસિપી આપને સાથે શેર કરીએ છીએ. જેથી અવશ્ય આપને મજા આવશે.

મુખ્ય સામગ્રી :-

  • ૨ ટીસ્પૂન તખમરિયા
  • ૨ ટીસ્પૂન ખસ સરબત
  • ૨ કેવડાં પાણી
  • ૨ લીંબુનો રસ
  • ૨ બોટલ સોડા
  • ૮-૧૦ બરફના ટુકડા

આ સરબત બનાવા માટેની રીત

સૌ પ્રથમ એક બાઉલમાં તખમરિયાને લઈ તેને ૧/૨ કપ પાણીમાં પલાડી લ્યો અને તેને ૧ કલાક માટે તેને પલાડી અને પાણી નિતારી લ્યો  અને તે બાઉલને સાઇડમાં મૂકી દ્યો.

ત્યારબાદ એક સીપરમાં ખસનું સરબત,કેવડાં પાણી,લીંબુનો રસ,તેમજ ૫-૬ બરફના ટુકડા નાખી તેને બરાબર હલાવો.

આ થયા બાદ આ મિશ્રણને એક ગ્લાસમાં નાખો અને તેમાં સોડા ઉમેરો અને અંતે તેમાં  પહેલાં સુકવેલા તખમરિયાને નાખો.

તો તૈયાર છે એકદમ આઇસ કોલ્ડ ઉનાળામાં ખૂબ ઠંડક આપતી તખમરિયામાથી એક વાનગી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.