Abtak Media Google News

દાડમ તે ખૂબ ગુણકારી ફળ છે એ દરેકને ખબર જ હોય છે.  ત્યારે ગુજરાતીઓની વાત આવે તો દરેક મીઠાઇ અને ફરસાણના ખૂબ શૌખીન હોય છે તેને તેના વગર પોતાની ગુજરાતી થાળી ક્યારેય પૂરી નથી થતી. ત્યારે તમે ક્યારેય દાડમમાથી કોઈ વાનગી અને તેમાં પણ ગુજરાતી ખાંડવી ઘરે બનાવી છે? જો ના બનાવ્યું તો આજે જ અવશ્ય કરો આ રીતથી તમારી ખાંડવીને બીજાથી એકદમ અલગ.

દાડમની ખાંડવી બનવા માટેની સામગ્રી :-

  • ૧/૨ કપ ચણાનો લોટ
  • ૧/૨ ક્પ દહી
  • ૧/૨ કપ દાડમનો જ્યુસ
  • ૧ ૧/૨ ટેબલસ્પૂન લાલ મરચું
  • મીઠું સ્વાદઅનુસાર

ખાંડવીના સ્ટફિંગ માટે :-

  • ૨ ટેબલસ્પૂન તાજું ટોપરું
  • ૧-૨ ટેબલસ્પૂન ખાંડ
  • ૧ ટેબલસ્પૂન લીલા મરચાં
  • ૧ ટેબલસ્પૂન કોથમીર
  • ૧ ટેબલસ્પૂન તલ
  • મીઠું સ્વાદઅનુસાર

વઘાર માટે સામગ્રી :-

  • ૧/૨ ચમચી તેલ
  • ૧ ચમચી રાય
  • ચપટી હિંગ
  • ૧ ચમચી લીલા મરચાં
  • ૫-૬ લીમડાના પાન

ગારનીશિંગ માટે: –

  • તાજું ટોપરું કોથમરી અને દાડમના દાણા

 

દાડમની ખાંડવી બનવા માટેની રીત :-

  • સૌ પ્રથમ એક બાઉલમાં આ ખાંડવીનું સ્ટફિંગ બનાવા માટે પનીર લીલા મરચાં તલ ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી તેને ભેળવો . આ તૈયાર થઈ ગયા બાદ તેને બાજુ પર રાખો.
  • આ બાદ દાડમની ખાંડવી બનવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ દહી દાડમનો જ્યુસ લાલ મરચું અને સ્વાદ અનુસાર મીઠું નાખી તેને વ્યવસ્થિત ભેળવી લ્યો. અને તેને ૩૦ મિનિટ માટે આરામ આપો. ત્યારબાદ ખાંડવીના આ ખીરાને એક વાસણમાં ૧૦-૧૫ મિનિટ હલાવી લ્યો.
  • આ થયા બાદ એક થાળી પર તેલ લગાવી તેને ગ્રીસ કરો અને આ બનાવેલું  ખીરું તેમાં નાખી દો.ત્યારબાદ બનાવેલું પનીરનું મિશ્રણ તેમાં ઉમેરી લ્યો. જો તેનો રોલ બનાવી તેને વાળી લ્યો. ત્યાર બાદ વાઘારિયામાં તેલ હિંગ અને લીલા મરચાં અને લીમડાના પાન પણ ઉમેરી લ્યો ત્યારબાદ વઘાર થાયાં બાદ તેને તૈયાર થયેલી ખાંડવી પર ઉમેરો .
  • ત્યારબાદ ગરમ-ગરમ ચા ,ફુદીના મરચાંની ચટણી સાથે સર્વ કરો.

7537D2F3 14

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.