Abtak Media Google News

કોરોના વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ લગાવાઈ રહ્યો છે. રાજ્ય સરકારે અકોલામાં ત્રણ દિવસીય લોકડાઉન લગાવી દીધો છે, જે 15 માર્ચ સુધી રહેશે. તે જ સમયે, નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ દરમિયાન એક અઠવાડિયા લાંબી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશના ઘણા રાજ્યોમાં કોરોનાએ ફરી એકવાર વેગ પકડ્યો છે. આ યાદીમાં મહારાષ્ટ્ર અને કેરળ મોખરે છે. પોઝિટિવ કેસ વધતાં ફરી એકવાર ચિંતા વધી રહી છે. મહારાષ્ટ્રની સ્થિતિને અંકુશમાં રાખવા માટે સીએમ ઉદ્ધવ સરકારે 8 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન અથવા આંશિક લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન,ફક્ત જરૂરી સેવાને છૂટ આપવામાં આવશે. લોકડાઉન પહેલા બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્ટ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે.

શુક્રવારે મહારાષ્ટ્રમાં 15,817 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 6 મહિનામાં એક જ દિવસના સૌથી વધારે કેસ છે. પુણેમાં રાત કર્ફ્યુ લગાવાયો છે. જેનો સમય રાતે 11થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આવી રીતે ઉસ્માનબાદમાં પણ રાતે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.

જ્યારે ઔરંગાબાદમાં શનિવાર અને રવિવારે લોકડાઉન થશે. બાકીના દિવસોમાં રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જલગાંવમાં 15 માર્ચ સુધી સંપૂર્ણ રીતે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ સિવાય નાસિકમાં પણ લોકડાઉન થશે.મહારાષ્ટ્રમાં શાળાઓ અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાત્રે 10 વાગ્યા સુધી હોટલો અને રેસ્ટોરન્ટ ખુલી રાખવાની છૂટ આપવામાં આવી છે. સાથે ગાઈડલાઈન જાહેર કરાય છે કે હોટલ અને રેસ્ટોરન્ટ્સ 50 ટકાની ક્ષમતા સાથે ચલાવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.