Abtak Media Google News

પોપ્યુલર એકટર નરેન્દ્ર ઝાનું તેમના ફાર્મ હાઉસમાં હાર્ટ અટેકથી નિધન થયું છે. નરેન્દ્ર ઝા મોડલિંગથી ટીવીમાં આવ્યાં હતા. અનેક સીરિયલ્સમાં યાદગાર રોલ ભજવનાર નરેન્દ્ર ઝાએ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Im Really Enthusiastic About Kaabil Narendra Jhaનરેન્દ્ર ઝા ઉમદા કલાકાર હતા. તેઓએ અનેક મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું.
શાહીદ કપૂરની હૈદર, શાહરૂખ ખાનની રઈસ, સની દેઓલની ઘાયલ વન્સ અગેઈન ઉપરાંત હમારી અધૂરી કહાની, ફોર્સ-2, કાબિલ જેવી ડઝન ફિલ્મોમાં તેમની નાની પરંતુ દમદાર ભૂમિકાઓ જોવા મળી હતી.

Narendra Jhaનરેન્દ્ર ઝાએ એકટિંગ કરિયરની શરૂઆત 1992માં કરી હતી. દિલ્હીમાં એક્ટિંગ કોર્સ કર્યાં પછી તેઓ મુંબઈ આવ્યાં હતા.માયાનગરીમાં નરેન્દ્ર ઝાએ મોડલિંગથી કરિયર શરૂ કર્યું હતું. તેઓએ અનેક એડ્સમાં પણ કામ કર્યું અને એડ વર્લ્ડમાં એક પોપ્યુલર ફેસ બની ગયા હતા.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને  અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.