Abtak Media Google News

અબતક, રાજકોટ :  રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વીસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ ન આવતા ગુજરાત ઇન સર્વીસ ડોકટર્સ એસો. દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. જેના પગલે આજથી રાજ્યના 3500 જેટલા ઈન સર્વિસ ડોકટરોએ હડતાલ શરૂ કરી દીધી છે. જ્યાં સુધી તેઓના પ્રશ્નોનો નિવેડો નહી આવે ત્યાં સુધી તેઓ હડતાલ યથાવત રાખવાના હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

રાજ્યના 3500 તબીબો આજથી ચોક્કસ મુદતની હડતાલ ઉપર

રાજકોટ જિલ્લા પંચાયત અને સિવિલના 200 જેટલા તબીબો પણ હડતાલમાં જોડાતા આરોગ્ય સેવાઓ ખોરવાઇ જવાની ભીતિ

ગુજરાત ઈન સર્વિસ ડોકટર્સ એસોસિએશનનાં નેજા હેઠળ તબીબો લાંબા સમયથી નોન પ્રેકટીસ એલાઉન્સ, સળંગ સેવા, સાતમા પગાર પંચનો લાભ  સહિતનાં  ૧પ જેટલા પડતર પ્રશ્નો અંગે લડત ચલાવી રહયા છે. આ અંગે એસો.એ જણાવ્યું કે મે માસમાં ઇન-સર્વીસ તબીબોએ તા. 10 થી તા.15 મે દરમ્યાન કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શીત કરવામાં આવેલ તે દરમ્યાન પણ સરકાર દ્વારા કોઇપણ જાતનો પ્રતિભાવ આપવામાં આવેલ નહીં.

તા.17 થી તા.22 મે દરમ્યાનની ઇન-સર્વીસ તબીબોની પેનડાઉન હડતાલ દરમ્યાન તા.18ની તાકીદની ઇન-સર્વીસ તબીબોની રાજ્યવ્યાપી હડતાલના અનુસંધાને તા.18ના રોજ અગ્રસચિવ, આરોગ્ય અને પરિવાર વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વીસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે બેઠક બોલાવવામાં આવેલ ત્યારે અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવેલ કે મુખ્યમંત્રીની સુચના છે કે ઇન-સર્વીસ તબીબોએ પ્રથમ કોરોના મહામારીથી લઇની હાલના બીજા કોરોના મહામારીમાં ખુબજ સરાહનીય કામગીરી કરેલ છે એટલે તેમના રજુઆત પામેલ વ્યાજબી પ્રશ્નો અને માગણીનો ઉકેલ લાવવામાં આવે. તેવી જ રીતે નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ ટવીટર મેસેજ દ્વારા જણાવવામાં આવેલ કે આરોગ્ય કર્મચારીના પ્રશ્નો અને માગણીઓનો ઉકેલ આપવામાં આવશે.

દરમિયાન તા.31મે ના રોજ ફરીથી અગ્રસચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધ્યક્ષસ્થાને ઇન-સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓના ઉકેલ માટે સરકારમાં બેઠક યોજાયેલ જેમા ઇન સર્વીસ તબીબોના રજુઆત પામેલ પ્રશ્નો અને માગણીઓની ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવેલ અને અધ્યક્ષસ્થાનેથી જણાવવામાં આવેલ કે ટુક સમયમાં ઇન-સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓના ઉકેલાત્મક આદેશો કરવામા આવશે. પરંતુ આજદીન સુધી એક પણ આદેશ થયેલ નથી. જેથી ઇન-સર્વીસ તબીબોમાં રોષ અને આક્રોશ પ્રસરવા પામેલ છે તેમજ અન્યાયની લાગણી અનુભવે છે.

એસોસીએશન દ્વારા ઇન-સર્વીસ તબીબોની ઓનલાઇન બેઠકમાં બોલાવી ઠરાવવામાં આવેલ છે કે ઇન સર્વીસ તબીબોના પ્રશ્નો અને માગણીઓ માટે યોજાયેલ તા.31મેની બેઠકમાં થયેલ નિર્ણયોના અમલવારીના ન્યાયી આદેશો કરવામાં નહી આવે તો ઇન-સર્વીસ તબીબો તા.25 જૂનના રોજથી અચ્ચોક્કસ મુદતની હડતાલ પર જશે. જેની સંપુર્ણ જવાબદારી સરકારની રહેશે. સરકાર દ્વારા આદેશો આપવામાં આવશે ત્યાર બાદ જ ઇન-સર્વીસ તબીબો હડતાલ પરથી પરત આવશે.

એસો.ના આ નિર્ણયને આધારે આજે રાજ્યના 3500 જેટલા તબીબોએ હડતાલ શરૂ કરી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આશરે 200 જેટલા તબીબો આ હડતાલમાં જોડાયા છે.જેને લીધે જિલ્લાની આરોગ્ય સેવાને અસર થવાની ભીતિ સેવાઇ રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ જરૂર પડે  પીડીયુ સિવિલનાં તબીબોની સેવા લેવા તૈયારી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

વહીવટી વિભાગમાં ફરજ બજાવતા તબીબોએ કાળા કપડાં પહેરી હડતાળને ટેકો જાહેર કર્યો

Dr. Mahendra Chavda

ગુજરાત ઇનસર્વિસ ડોકટર્સ એસોસિયેશન દ્વારા રાજ્યભરમાં 3500 જેટલા ફરજ પર બજાવતા તકબીબોએ પડતર માંગણીના પ્રશ્ને હડતાંડનો માર્ગ પસંદ કર્યો છે. જેમાં સિવિલ હોસ્પિટલના તબીબોએ પણ સાથ પુરાવ્યો છે. પરંતુ સરકારના આદેશ મુજબ સિવિલ હોસ્પિટલમાં વહીવટી વિભાગમાં ફરજ બજાવતા તબીબો હડતાળ પર ન જઈ શકતા હોવાથી આ તબીબો દ્વારા કાળા કપડાં ધારણ કરીને આજે હડતાળને ટેકો જાહેર કર્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે ફરજ બજાવતા ડો.મહેન્દ્ર ચાવડા સહિતના વહીવટી વિભાગમાં ફરજ બજાવતા તબીબોએ કાળા કપડાં પહેરીને ફરજ પર હાજર રહીને પણ તબીબી હડતાળને ટેકો જાહેર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.