Abtak Media Google News
  • ત્રણેય બનાવમાં કુલ 4 લોકો ઈજાગ્રસ્ત : બે અજાણ્યા ઈસમો સહિત કુલ 9 વિરુદ્ધ ગુન્હો દાખલ

સામાન્ય રીતે ઉનાળાના આકરા તાપમાં મિજાજમાં ગરમી આવી જતી હોય છે અને પરિણામે ઉનાળામાં મારામારી સહીતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતો હોય છે પણ ઉનાળાના આકરા તાપની અસર વર્તાય તે પૂર્વે જ ક્યાંક મિજાજમાં ગરમી આવી ગઈ હોય તેમ શહેરમાં અલગ અલગ ત્રણ મારામારીના બનાવો સામે આવ્યા છે. એક બનાવમાં ફકત વાહન પાર્કિંગ બાબતે એક હોટેલ મના સંચાલકને ધોકા-પાઇપ વડે બેફામ માર મારવામાં આવ્યો છે જયારે બીજા બનાવમાં મંદિરના મહંતને ઢીંકા પાટુ વડે માર માર્યાની ઘટના બની છે અને ત્રીજા બનાવમાં ગાળો બોલવા બાબતે થયેલા ડખ્ખામાં સાઈડમાં ઉભેલા યુવાનને માથાના ભાગે પાઇપ ઝીંકી દેવાયાનો બનાવ બનવા પામ્યો છે.

શહેરમાં હવે જાણે ખાખીનો ખોફ રહ્યો જ ન હોય તેવી રીતે સવ નજીવી બાબતોમાં ધીંગાણું ખેલી લેવાની ઘટનાઓ છાસવારે સામે આવતી રહે છે. સવ સામાન્ય બાબતોમાં મારામારીથી માંડી હત્યા સુધીના બનાવો પણ અવાર નવાર પ્રકાશમાં આવતા જ રહે છે. ત્યારે આ પ્રકારનો વધુ એક બનાવ શહેરમાં બનવા પામ્યો છે.. જેમાં એક હોટેલના માલિકને વાહન પાર્કિંગ બાબતે જાહેરમાં ધોકા પાઇપ વડે માર મારવામાં

આવ્યો છે.

પોલીસ ચોપડે નોંધાયેલી વિગત અનુસાર નરેન્દ્ર ઉર્ફે મુનાભાઇ ગોરધનભાઈ ચાંગેલા નામના 52 વર્ષીય વેપારી લોહાનગર મેઈન રોડ પર રંગોલી નામની હોટેલ ધરાવે છે. જ્યાં ગત તા. 20 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યે તેઓ હાજર હતા ત્યારે આર્યન અને અજય નામના બે શખ્સો હોટેલ ખાતે ધસી આવ્યા હતા અને હોટેલ પાસે પડેલ એક્ટિવા કોનું છે? તેવું પૂછ્યું હતું. જેનો જવાબ ભોગ બનનારના કાકા રમેશભાઈએ આપ્યો હતો કે, અમારા ગ્રાહકનું એક્ટિવા છે અને સાઈડમાં લઇ લેશે. ત્યારે વાહનો સાઈડ પાર્ક કરાવો તેવું કહી બંને શખ્સો ગાળો દેતાં દેતાં ચાલ્યા ગયાં હતા. થોડીવાર બાદ બંને શખ્સ અન્ય રક અજાણ્યા શખ્સ સાથે હોટેલ ખાતે આવીને આજે તો તમને બંનેને પતાવી જ દેવા છે તેવું કહીને કાકા-ભત્રીજા પર લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધેલ હતો. લોખંડનો પાઇપ માથાના ભાગે મારતા હોટેલના માલિકને ગંભીર ઇજા પહોંચી છે. જયારે વેપારીના કાકાને હાથમા ફ્રેક્ચર થયું છે. આ ઉપરાંત અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.

હાલ બંને ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. મામલામાં એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પંચાયત ચોક નજીક બે પક્ષોની મારામારી વચ્ચે નિર્દોષ નવાણિયો ઘવાયો

મૂળ જામનગરના અને હાલ સફાઈ સન્નીભાઈ ભરતભાઈ ખવલિયા એ યુનિવર્સિટી પોલીસ મથકે મેટોડામાં રહેતા નૈમિષભાઈ પ્રવીણભાઈ સોલંકી અને અન્ય અજાણ્યા શખ્સ સામે મારમાર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. શનીભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ આંબેડકર નગર આવાસ યોજના ક્વાર્ટર નજીક નૈમિષ ભાઈ દુકાને ગયા હતા ત્યારે ત્યારે દુકાનદાર નૈમિષ અને વિજય ઉર્ફે કાળિયો સોલંકી સાથે ગાળો બોલવા બાબતે માથાકુટ ચાલતી હોય તો તેઓ ત્યાં ઊભા હતા ત્યારે નૈમિષભાઈ અને અન્ય એક વ્યક્તિએ મારી લીધો હતો આ બનાવમાં ઘવાયેલા સની ભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે સની ભાઈની ફરિયાદ પરથી નિમેષભાઈ અને અન્ય અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રંગુનમાતા મંદિરના મહંત પર ચાર શખ્સોનો હુમલો

એડવોકેટ હરિસિંહ મનુભા વાઘેલાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે માંડા ડુગર પાસે રહેતો લાખા નરશીભાઈ મોરવાડીયા, નવાગામે રહેતો ખોડા ભાણાભાઈ ભુવા, અણીયારી ગામે રહેતો શિવા નાથાભાઈ મોરવાડીયા અને રાજુ અજાણીના નામો આપ્યા હતા. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, હું મંદિરે દર્શન કરવા ગયો હતો ત્યારે મંદિરના મહંત રમણીકગીરીએ વાત કરી હતી. જેમા તા. 5-01ના રોજ મંદિરે હતા ત્યારે મોરવાડીયા પરીવારના લોકો સાથે આવેલા ચારેય આરોપીઓએ ધસી આવી રંગુનમાતા અમારા કુળના છે. જેથી આ મંદિર અમારૂ છે. તમે અહીથી જતા રહો આ મંદિરનો વહીવટ અમારે સંભાળવાનો છે. આરોપીઓને મહંતે જણાવ્યું હતું કે, હું પાંચ વર્ષનો હતો ત્યારથી અહી રહુ છું અને કયાય જવાનો નથી. મહંતે આવું જણાવતા ચારેય શખસોએ અડધી કલાક સુધી ઢીકાપાટુનો બેફામ માર મારી નાસી ગયાં હતા. જે અંગે તેને અગાઉ લેખીતમાં ફરિયાદ કરી હોય આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.