Abtak Media Google News

પરમિટ રીન્યુ કરાવવા માટેનું ડોનેશન થોડું સસ્તું કરી દયો : પરમીટ ધારકોની માંગ

પરમિટ ધારકોનું કલેકટર તંત્રને આવેદન : 15 દિવસનું અલ્ટીમેટમ

રાજકોટમાં દારૂની પરમીટ ધરાવતા લોકોએ પરમિટ રીન્યુ કરાવવા માટેનું ડોનેશન મોંઘુ પડતું હોય, તેને સસ્તું કરી આપવા કલેકટર તંત્રને આવેદન આપ્યું હતું. જેમાં પણ ચોંકાવનારી બાબત એ હતી કે દારૂના વિરોધી એવા ગાંધીજીના ચિંધ્યા માર્ગે જ આ દારૂ પીનારાઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ લોકોએ આવેદનમાં જણાવ્યું હતું કે આપણા ‘ગાંધીના ગુજરાત’ માં આઝાદીના સમયથી દારૂબંધી છે. આખા દેશમાં એકમાત્ર આપણા રાજયના દારૂબંધી છે. અને માત્રને માત્ર આરોગ્યને લગતી સમસ્યા હોઇ તો જ રાજય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા હેલ્થ પરમીટ આપવામાં આવે છે. આ હેલ્થપરમીટ કઢાવવા માગતા દર્દીને સિવીલ હોસ્પિટલના સિવીલ સર્જનનો અભિપ્રાય આપવો ફરજીયાત છે. આથી સિવીલ સર્જનનો અભિપ્રાય લેવા જનાર દર્દી પાસે સિવીલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના નામે ડોનેશન લેવામાં આવે છે અને પછી જ હેલ્થ પરમીટ માટે અભિપ્રાય આપવામાં આવે છે.

અત્યાર સુધી રાજકોટની સીવીલ હોસ્પિટલમાં હેલ્થ પરમીટ કઢાવવા માગતા દર્દી પાસેથી રૂ. 3 થી પ હજાર ડોનેશન લેવામાં આવતું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથીસ આ ડોનેશનમાં અસહ્રય વધારો કરવામાં આવ્યો છે. અને સીવીલ હોસ્પિટલના સત્તાધીશો એ તમામ નીતી નિયમો નેવે મૂકીને પોતાની સત્તાનો દુરઉપયોગ કરી કાયદાની જોગવાઇ ન હોવા છતાં હેલ્થ પરમીટ કઢાવવા રૂ. 45000 અને ચાર વર્ષ માટે 4 યુનિટની પરમીટ કઢાવવા માગતા દર્દીઓ પાસેથી રૂ. 80 હજાર ડોનેશન ફરજીયાત ઉઘરાવવામાં આવી રહ્યું છે. તે એક પ્રકારની ઉપાડી લુંટ છે.

સિવીલ હોસ્પિટલના સતાધીશોનું આ કૃત્યુ કાયદાની જોગવાઇ વિરુઘ્ધનું હોય આ ઉઘાડી લુંટ બંધ કરાવવા માં આવે તેવી માંગ છે.રાજકોટ સિવાય રાજયના એક પણ જીલ્લામાં આ પ્રમાણે સિવીલ હોસ્પિટલમાં ડોનેશન ઉઘરાવવામાં આવતું નથી આથી દર્દીઓ પાસેથ. ઉઘાડી લુંટ ચલાવવાના સિવીલ હોસ્પિટલના સત્તાધીશોના ગોરખધંધા બંધ કરાવવામાં આવેજો આ બાબતે દિવસ 15માં યોગ્ય નિર્ણય નહી લેવાય તો ના છુટકે કાનુની રાહે લડતના મંડાણ કરવા પડશે તેમજ ગાંધી ચિંઘ્યા માર્ગે પણ આંદોલન ચલાવવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં 7 હજાર પરમિટ ધારકો, જેમાં 1200 જેટલી મહિલાઓ પણ!!

રાજકોટ જિલ્લામાં આમ તો દારૂ પીનારાઓની સંખ્યા ગણી શકાય નહીં એટલી છે. પણ હેલ્થ પરમીટ ધરાવતા લોકોની સંખ્યા 7 હજાર જેટલી છે. જેમાં મહિલા પરમીટ ધારકોની સંખ્યા 1200 જેટલી છે. ઉલ્લેખનિય છે કે સરકારી ચોપડે આ લોકોને હેલ્થ ઇસ્યુ હોવાના લીધે પરમીટ આપીને દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.