Abtak Media Google News

દર વર્ષ કરતાં આ વખતે પુરક પરીક્ષાનું પરિણામ ૧૫ ટકા ઉચું આવ્યું

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા શનિવારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામમાં વિજ્ઞાન પ્રવાહમાં ૩૫.૬૧ ટકા વિદ્યાર્થીઓ ઉર્તિણ થયા હતા. પરિણામે બેઠકો ભરવા માટે સંઘર્ષ કરી રહેલી સાયન્સની કોલેજોમાં હવે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સાનુકૂળ સંજોગોથી રાહત થઈ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલા વિજ્ઞાન પ્રવાહનાં પુરક પરીક્ષાનાં પરિણામમાં ૫૫૪૮ વિદ્યાર્થીઓનેે ઉર્તિણ જાહેર કરવામાં આવ્યા હતા. કુલ ૧૭૭૨૬ ઉમેદવારોમાંથી કુલ ૧૫૫૮૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વખતનું પરિણામ સામાન્ય કરતાં ૧૦ થી ૧૫ ટકા ઉચું આવ્યું છે. પુરક પરીક્ષાનું પરિણામ સામાન્ય રીતે ૧૫ થી ૨૦ ટકા આવતું હોય છે. આ વખતે જે વધીને ૩૫.૬ ટકા જેટલું આવ્યું છે. મોટાભાગનાં બી ગ્રુપનાં વિદ્યાર્થીઓ એ ગ્રુપની સરખામણીમાં પાસ થઈ ગયા છે.

વિજ્ઞાન પ્રવાહની ઘણી કોલેજોએ સ્નાતક કક્ષાનાં વિજ્ઞાન વિષયો સાથેનાં કોર્સ માટેની કોલેજોમાં આ પરિણામથી ખાલી પડેલી જગ્યા ભરાઈ જશે. વિજ્ઞાન સ્નાતક બી.અેસ.સી. અભ્યાસક્રમોનો વિદ્યાર્થીઓનો પ્રતિસાદ નબળો રહ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં મોટાભાગની કોલેજોની બેઠકો ખાલી રહી હતી હવે જયારે પુરક પરીક્ષાનું પરીણામ ઉચું આવતા વિજ્ઞાન પ્રવાહની તમામ કોલેજોની ખાલી જગ્યા ભરાઈ જાય તેવી શકયતા જોવા મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.