Abtak Media Google News

રાજયના વિશાળ દરિયાઇ કાંઠે પણ પાક નાપાક પ્રવૃત્તિ કરે તેવો બાતમીને લઇ ફરી હાઇએલર્ટ જાહેર કરાયું

પુલવામાં આત્મઘાતી હુમલામાં અલગતાવાદીઓને જડબાતોડ જવાબ મળતાં રઘવાયા થયેલા દેશ વિરોધી તત્વો આરાજકતા ની કાયરતામાં ડુબી ગયા હોય તેમ ગુપ્તચર વિભાગે મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ, ગુજરાત રેલવે સ્ટેશનો પર એલર્ટ જાહેર કરી દીધું છે.

આરપીએફએ જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે સજાગતાને પગલે તમામ લાંબા ગાળાની ટ્રેનોને ખાસ કરીને જમ્મુ સાથે જોડાયેલા રુટ ઉપર નજર રાખી રહ્યું છે.  આરપીએફની ચર્ચગેટની વડી કચેરીએ મુંબઇ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ અને ભાવનગર રેલવે કેન્દ્રોને સતર્ક રહેવા પાત્ર પાઠવી દીધા છે.

રેલવે સ્ટેશનો પર સંભવિત ભાંયફોડ ની પ્રવૃતિઓ અને જાહેર સ્થળો રેલવે સ્ટેશન મંદીર અને દેશનું ગૌરવ બનેલા સ્ટેચુ ઓફ યુનીટી જેવા જાહેર સ્થળો પર આત્મઘાતી હુમલાની દહેશત ઉભી થઇ છે. હૈદરાબાદના એક યુવક દ્વારા ધમકી ઉચ્ચારવામાં આવી છે.

આરપીએફએ રાજય સરકાર અને સ્થાનીક સુરક્ષા એજન્સીઓને કડક બંદોબસ્ત ના આદેશો આપી દીધા છે. સંવેદનશીલ વિસ્તારોના રેલવે સ્ટેશનનો પર સવિશેષ વ્યવસ્થા ગોઠવી છે.મુંબઇ ખાતે ર૭મી ફેબ્રુઆરીએ આરપીએફ અન જીઆરપીના અધિકારીઓ વચ્ચે ગોઠવાયેલી બેઠકમાં આ અંગે ચર્ચા થઇ હતી. ગુજરાત, મહારાષ્ટ્ર અને મઘ્યપ્રદેશ સહીતના રાજયોમાં રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તારોમાં સ્થાનીક પુલીસ અને સુરક્ષા દળાનો સંકલનથી સઘન બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવાના આદેશો જારી કરાયા છે.

ગુજરાત સહિતના દેશના પશ્ર્ચિમ રેલવે હસ્તકના રેલવે સ્ટેશનો પર સઘન ચેકીંગ સીસી ટીવી કેમેરાનું મોનીટરીંગ શંક સ્પદ વ્યકિતઓના રાઉન્ડ અપ અને કોઇપણ પરિસ્થિતિમાં પહોંચી વળવા સીઆરપીએફ અને આરપીએફ ને રાઉન્ડ અપ સાબદે રહેવાના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે.

ભારતના હાથે મહાત ખાધેલું પાકિસ્તાન હજુ પણ આંગળીચાળા કરે તેવી સંભાવનાઓ છે. ત્યારે ગુજરાતના વિશાળ દરિયા કાંઠેથી પણ પાક નાપાક પ્રવૃતિ કરાવવાનો પ્રયાસ કરે તેવી ગુપ્તચર એજન્સીઓને બાતમી મળી છે. જેથી ગુપ્તચર એજન્સીઓએ ગુજરાતના દરિયાઇ કાંઠા પર હાઇએલર્ટ રહેવાની ફરીથી ચેતવણીઓ આપી છે. આ અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ચેતવણીઓ આપી છે. આ અંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ચેતવણીના ઘ્યાને લઇને મરીન અને લોકલ પોલીસ તંત્રને દરિયાઇ વિસ્તારોમાં ચેકીંગ વધારવાની તાકીદ કરાય છે. જયારે બીએસએફને કચ્છના ક્રીક વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારી દીધું છે.

ભારતીય કોસ્ટગાર્ડ અને નેવીને પણ દરિયાઇ વિસ્તારોમાં દુર સુધી પેટ્રોલીંગ હાથ ધરવાની સુચના અપાઇ છે. ઉપરાંત માછીમારી કરવા દરિયાઇ વિસ્તારોમાં દુર સુધી જતા માછીમારોને શંકાસ્પદ વણતુકો અંગેની માહીતી આપવા તાકીદ કરેલ છે.જુનાગઢમ) અત્યારે શિવરાત્રી  મીની કુંભ મેળો યોજાય રહ્યો છે. દેશભરમાં શ્રઘ્ધાળુઓ જુનાગઢમાં આવી રહ્યા છે. ત્યારે પશ્ર્ચિમ રેલવેમાં જારી કરાયેલા એલર્ટમાં જુનાગઢ, રાજકોટ વેરાવળ અને પોરબંદરની તમામ ટ્રેનો સુરક્ષા વ્યવસ્થાની ચોકકસ નિગરાનીમાં રાખવામાં આવી છે. કુંભ મેળામાં પંદર લાખથી વધુ ભાવિકોની મેદની જુનાગઢમાં નોંધાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.