Abtak Media Google News

વીસ લાખમા સોદો નકકી કરી બે લાખ લઈ  ફેઈલ થતા પૈસા પરત ન  આપી છેતરપીંડી કરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામના શખ્સે અમીરગઢના વકીલને બે વર્ષ અગાઉ યોજાયેલ પી.એસ.આઈની લેખિત પરીક્ષા 20 લાખ રૂપિયામાં પાસ કરી આપવાનું નક્કી કરી એડવાન્સ પેટે બે લાખ લઈ નાપાસ થશે તો પૈસા પાછા મળશે તેમ કહી નાપાસ થયા બાદ પૈસા પાછા ન આપતા હોવાથી વકીલે બેરણાના ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

Advertisement

બનાસકાંઠા જિલ્લાના ધનપુરના અમીરગઢમાં રહેતા વકીલ અરવિંદભાઈ મફાજી ઠાકોર બે વર્ષ અગાઉ પી.એસ.આઈની પ્રેક્ટીકલ પરીક્ષા હોવાથી હિંમતનગર આવવાના હતા ત્યારે તેમના સમાજના ગ્રુપમા મેસેજ દ્વારા માહિતી મળી હતી કે ઠાકોર સમાજના યુવકોને ફ્રીમાં રહેવા જમવા હિંમતનગરના બેરણામાં રહેતા બળવંતસિંહ ઠાકોરના ત્યાં સગવડ કરાયેલ છે જેથી તા.23/12/021 ના રોજ અરવિંદભાઈ અહીંયા રોકાયા હતા અને આ દરમિયાન તેમની મુલાકાત બળવંતસિંહ સાથે થઈ હતી અને તેમને જણાવ્યું હતું કે પ્રેક્ટીકલ માં પાસ થઈ જાવ તો લેખિતમાં પાસ થવા માટે મને સંપર્ક કરજો મારે સેટિંગ છે તેમ કહી મોબાઈલ નંબરની આપ લે કરી હતી ત્યાર પછી પરીક્ષા પૂર્ણ થયા બાદ બળવંતસિંહએ અરવિંદભાઈને ફોન કરીને પાસ થયા કે કેમ તે પૂછવા માટે ફોન કર્યો હતો અને અરવિંદભાઈએ પાસ થયા હોવાનું જણાવ્યું હતું જેથી બળવંતસિંહએ લેખિત પરીક્ષામાં પાસ થવું હોય તો 25 લાખ ખર્ચો થશે તેમ કહ્યું હતું જોકે આટલા બધા રૂપિયાનું સેટિંગ નહીં થાય તેમ કહી અરવિંદભાઈએ ફોન મૂકી દીધો હતો બે દિવસ બાદ ફરી બળવંતસિંહ અને તેમના બે મિત્રોએ ફોન કરી લેખિત પરીક્ષામાં પાસ થવું હોય તો હિંમતનગર આવીને મળી જાઓ તેમ કહી અરવિંદભાઈને હિંમતનગર બોલાવ્યા હતા તે સમયે વિશ્વાસ કેળવી 20 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો જેમાં બે લાખ એડવાન્સ અને બાકીના પાસ થયા બાદ આપવાનું જણાવ્યું હતું જેથી અરવિંદભાઈએ દોઢ લાખ ગુગલ પે અને બાદમાં 50 હજાર રોકડા આપ્યા હતા જોકે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યા બાદ અરવિંદભાઈ નાપાસ થયા હતા અને તેમને પૈસા પાછા માગ્યા હતા જે આજે દિન સુધી પાછા ન મળતા અરવિંદભાઈએ બળવંતસિંહ અને તેમના અન્ય બે મિત્રો વિરુદ્ધ છેતરપિંડી કરી હોવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધ આગળની તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.