Abtak Media Google News

એમ.બી.એ.માં ટોપ-૧૦ માં સ્થાન મેળવી વિઘાર્થીઓએ વર્ષોથી પંરપરા જાળવી

તાજેતરમાં જીટીયુ દ્વારા એમ.બી.એ. સેમેસ્ટર-૧ અને એમ.બી.એ. સેમેસ્ટર-૩ ના પરિણામ જાહેર થયા. જેમાં ફરીવાર એચ.એન. શુકલ એમ.બી.એ. કોલેજનો ડંડો વાગ્યો. પરિણામનું પૃથ્થકરણ કરતા એવું માલુમ પડે છે એચ.એન. શુકલ એમ.બી.એ. કોલેજના ૪ વિઘાર્થીઓ, કોટેચા માધુરી ૯.૫૭ એસ.પી.આઇ. સાથે જી.ટી.યુ. બીજુ સ્થાન હિરપરા મનસ્વી ૯.૪૩ એસ.પી.આઇ. સાથે જી.ટી.યુ. ૩જું સ્થાન, કપુપરા અક્ષી ૯.૨૯ એસ.પી.આઇ. સાથે જી.ટી.યુ. ચોથું સ્થાન, કાશીયાણી રાધિકા ૯.૨૯ એસપીઆઇ સાથે જી.ટી.યુ.માં ચોથું સ્થાન એમ.બી.એ. સેમેસ્ટર ૧ માં અને ર વિઘાર્થીઓ રાણપરા બીનલ ૯.૩૬ એસપીઆઇ અને ૯.૪૩ સીપીઆઇ સાથે જી.ટી.યુ.માં છઠ્ઠા તથા મનાણી સાવન ૯.૩૬ એસપીઆઇ અને ૯.૧૮ સીપીઆઇ સાથે જી.ટી.યુ. આઠમાં સ્થાન એમ.બી.એ. સેમેસ્ટર-૩ માં જી.ટી.યુ. ટોપ ૧૦  માં પોતાનું સ્થાન મેળવવામાં સફળ થયા છે.

સંસ્થાના પ્રમુખ ડો. નેહલભાઇ શુકલ, ઉપપ્રમુખ મહેશભાઇ કયાડા, મેનેજીગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ ‚પણી, કેમ્પસ ડીરેકટર અને ટ્રસ્ટી સંજયભાઇ વાધર તથા તમામ ટ્રસ્ટીઓ સંસ્થાની આવી જળહળતી સફળતા જોઇને ખુબ જ આનંદની લાગણી અનુભવે છે.

વિઘાર્થીઓના અભિપ્રાય મુજબ સંસ્થાના ઉત્તમ ગુણવતાનું શિક્ષણ આપવામાં આવે છે. સંસ્થાના ડીરેકટર ડો. રમેશચંદ્ર એન. વાઢેર, હેડ ઓફ ધી ડીપાર્ટમેન્ટ અયુબખાન યુસુફજય તથા તમામ શિક્ષણગણ આસી. પ્રો. જય ગોસ્વામી, આસી. પ્રો. ચાર્મી લિયા, આસી. પ્રો. દર્શન રાવલ, આસી. પ્રો. મુનીરા કપાસી, અને આસી. પ્રો. જીતેન્દ્ર મંગલાણી, દ્વારા ખુબ જ સરળ અને પ્રેકટીકલ રીતે શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે જેના પરિણામે સ્વરુપ તેઓ આ સફળતા મેળવી શકયા છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે વિઘાર્થીઓને વાસ્તવિક રીતે બીઝનેસ છે તેનો અનુભવ થાય તે માટે કોલેજ દ્વારા કરાવવામાંઆવતી અવનવી એકટીવીટી, જેવી કે બીઝનેસ ફીએસ્ટા, એસ.ડબલ્યુ.ઓ.સી. કોમ્પીટીશન, પ્રેન્ઝેન્ટેશન કોમ્પીટીશન અને પ્લેસમેન્ટ સેલ દ્વારા પ્લેસમેનટની સારામાં સારી સુવિધા વગેરેનો પણ ઉલ્લેખ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.