Abtak Media Google News

અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહન

માર્ચને ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે સૌથી મોટો હોલિકા ઉત્સવ

ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતીવર્ષની જેમ આવર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2023 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહીયું છે,જેના કન્વિનર તરીકે પરમ અતુલભાઈ દાઉદીયા, તેમજ સહ કન્વિનર તેમના પિતા અતુલભાઈ પરસોત્તમભાઈ દાઉદીયા અને સમગ્ર ગ્રુપ ને જવાબદારી સોંપવામાં આવી છે.

Advertisement

સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો. ભોઈસમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલા થી ત્યારીઓ માં લાગી જાય છે,અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથરા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું  પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડી થી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકો ને દર્શન માટે મુકવામાં આવે છે.

Whatsapp Image 2023 02 28 At 11.33.50 1

હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરુંપાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશભાઈ વારા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે.

તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે,અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે.

Whatsapp Image 2023 02 28 At 11.33.50

સાંજના સમયે આમંત્રિત મહેમાનો ના વરદહસ્તે.હોલિકા નું દહન કરવામાં આવે છે.

તારીખ 6- માર્ચને  સોમવાર ન રોજ સાંજ ના સમયે હોલિકાનું દહન થાય છે  હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા પોહચે છે અને અસત્ય ઉપર સત્યની જીત ને લોકો સાક્ષી બને છે. આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાતકાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.