Abtak Media Google News

Table of Contents

ખાળે ડુચાં અને દરવાજા મોકળા

પોલીસના ઉચ્ચ અધિકારીઓના મોટા કાફલા દ્વારા સવારના સાત વાગ્યા સુધી ચેકીંગ કાર્યવાહી: ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ચેકીંગ કાર્યવાહીનું ખાસ કંટ્રોલ રૂમમાં જાત નિરિક્ષણ કર્યુ

સાબરમતી જેલમાં હાઇ સિકયુરિટી ઝોનમાં કેદ રહેલા યુપીના ગેંગસ્ટર અતિક અહેમદ વોટસએપ કોલથી ઉત્તર પ્રદેશમાં હત્યા કરાવ્યાના ઇનપુટથી રાજયભરની જેલમાં કરાયું સરપ્રાઇઝ ચેકીંગ

17 જેલમાં ચેકીંગ દરમિયાન 26 મોબાઇલ, 14 પેકેટ ગાંજો, તમાકુ અને બીડી જેવી પ્રતિબંધીત ચિજ વસ્તુ મળી આવી: જેલ કર્મચારીઓ દ્વારા મોબાઇલની સગવડ પુરી પાડયાનો ઘટટ્ટસ્ફોટ

રાજયની જેલોમાં કેદીઓને મહેલ જેવી સગવડ અને સુવિધા પુરી પાડવા અંગેની ફરિયાદો વચ્ચે જેલના બંદીવાન હત્યા સુધીના ષડયંત્ર રચ્યાનું ગૃહ મંત્રી હર્ષ સંઘવીના ધ્યાને આવતા રાજયભરની 17 જેટલી જેલમાં પોલીસના ઉચ્ચ અધિકારી દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરાવ્યું હતું અને સમગ્ર ચેકીંગ કાર્યવાહીનું ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખાસ કંટ્રોલ રુમમાં જાત નિરિક્ષણ કર્યુ છે. મોડે મોડી પણ, ગૃહ વિભાગ દ્વારા એક સાથે 17 જેલમાં કરાયેલી સર્જીકલ સ્ટાઇકથી જેલના કર્મચારીઓ અને બંદીવાનોમાં ફફડાટ મચી ગયો છે. ચેકીંગ દરમિયાન કેટલાક પેધી ગયેલા કેદીઓ જેલમાં મહેલ જેવી સગવડ અને સુવિધા ભોગવી રહ્યાનો અને જેલના કેદીઓની જ સંડોવણી હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે.

Advertisement

અમદાવાદ સાબરમતી જેલના હાઇ સિકયુરિટી ઝોનમાં  રહેલા ઉત્તર પ્રદેશના અતિક અહેમદ નામના ગેંગસ્ટરે સાબરમતી જેલમાં મોબાઇલની સગવડ મેળવી વોટસએપ કોલથી ઉત્તર પ્રદેશમાં હત્યા કરાવ્યાની ચોકવારી ઘટના પ્રકાશમાં આવતા તંત્ર સફાળુ જાગ્યું હતુ.ં એક સપ્તાહ પૂર્વે ગૃહ મંત્ર હર્ષ સંઘવી સચિવાલયની મહત્વની બેઠક છોડી સાબરમતી જેલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ગઇકાલે રાજયના પોલીસ વડા વિકાસ સહાય, જેલ વડા ડો.કે.એલ.એન.રાવ, આઇબીના વડા અનુપમસિહ ગેહલોત સહિતના અધિકારી સાથે બેઠક યોજી હતી અને સાંજના પાંચ થી સવારના સાત વાગ્યા સુધી સરપ્રાઇઝ ચેકીંગની કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો હતો.

રાજયની 17 જેલમાં 1700 પોલીસ કર્મચારી અને પોલીસ અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર અને ભુજ સહિતની જેલોમાં કરાયેલી કાર્યવાહી દરમિયાન 26 મોબાઇલ, 14 પેકેટ ગાંજો, તમાકુ, ચરસ અને બીડી સહિતની પ્રતિબંધિત ચીજ વસ્તુ મળી આવી હતી. જેલના બંદીવાનને જેલ કર્મચારીઓ દ્વારા જ મોબાઇલ સહિતની સગવડ પુરી પાડવામાં આવતી હોવાનો પણ ઘટ્ટસ્ફોટ થયો છે. ટૂંક સમયમાં જ જેલના કેટલાક ભ્રષ્ટ કર્મચારી સામે પણ કડક કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવી રહ્યા છે.

રાજયની 17 જેલમાં પોલીસ અધિકારી દ્વારા કરાયેલી ચેકીંગ કાર્યવાહી પોલીસ કર્મચારીને ત્રિનેત્ર કેમેરા સાથે કામગીરી કરી હતી જે કામગીરીનું ગાંધીનગર પોલીસ ભવનમાં બેસીને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિહાળી હતી. ચેકીંગ કાર્યવાહીનો સતાવાર રિપોર્ટ સાંજના પાંચ વાગ્યે જાહેર કરવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

રાજકોટ મધ્યસ્થ જેલમાં મોબાઈલ અને તંબાકુની પડીકીઓ મળી આવતા ખડબડાટ

રાજકોટ મધ્યસ્થ જેલમાં સવારના 5 વાગ્યા સુધી સર્ચ-ઓપરેશનની કામગીરી કરવામાં આવી હતી. વહેલી સવારે સર્ચ પૂરું કરી પોલીસ કામગીરી પૂર્ણ કરાઈ હતી. રાજકોટ જેલમાં 1 જેસીપી, 3 ડીસીપી, 4 એસીપી, 10થી વધુ પીઆઈ અને 15થી વધુ પીએસઆઇ તેમજ 500 આસપાસ પોલીસ કર્મચારીઓ ચેકિંગમાં જોડાયા હતા. ક્રાઈમ બ્રાન્ચ, એસોજી, ડોગ સ્કોડ, સાઇબર સેલ સહિતની બ્રાન્ચ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચેકિંગ કરતા પોલીસને જેલમાંથી મોબાઇલ અને તમાકુની પડી ગયો મળી આવતા ખરબડાટ મચી જવા પામી હતી.

રાજયની બોર્ડર પરના ચોકીદાર પણ ચોર?

ગુજરાતમાં સરહદી રાજયમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારુ ઘુસાડવામાં આવે છે. તેમ છતાં રાજયની બોર્ડર પર એક પણ દરોડો પાડવામાં આવ્યો નથી બોર્ડર પરથી સરળતાથી વિદેશી દારુ અને ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે. તેવી વિધાનસભા સત્ર દરમિયાન થયેલી ચર્ચામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ બોર્ડર પર આધુનિક ટેકનોલોજીના સ્કેનર મુકીને રાજયમાં ડ્રગ્સને આવતું અટકાવવા માટે તંત્ર કટીબધ્ધ હોવાનું જણાવ્યું છે. વિદેશી દારુ અને ડ્રગ્સ અંગે બોર્ડર સીલ કરવામાં આવે તો ગામડે ગામડે મળતો વિદેશી દારુ મળતો અટકી જશે તો ગુજરાતમાં ખરા અર્થમાં દારુબંધીનો અમલ શકય બનશે તો શુ અત્યાર સુધી બોર્ડર પર ફરજ બજાવતા ચોકીદાર ચોર હતા તેવો સવાલ થઇ રહ્યો છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી બોર્ડર સીલ કરી પ્રતિબંધીત ચીજ વસ્તુને બોર્ડર પર જ અટકાવવાના સરકારના સપનાને તંત્ર પુર્ણ કરશે તેવો પણ સવાલ થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.