Abtak Media Google News

ભારતના બાર જયોતિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવને આજે વિદેશમાં વસતા ભારતીય મહિલા યુવતિએ સોમનાથ દાદાને અંત: કરણપૂર્વક પ્રાર્થના, અરજ, પૂજા કરી વર્ષ 2024 ન ચુંટણીમાં નરેન્દ્રભાઇ મોદી 425 સીટથી વધુ બેઠકો મેળવી જંગીવિજયથી વિજેતા થાય અને પુન: તેઓ જ ભારતના વડાપ્રધાન બને તેવી વિશેષ પૂજા કરી હતી.

425 કમળ ફુટ, છપ્પન ભોગ પૂજા પ્રાર્થના કરી મોદી વડાપ્રધન પદથી હેટ્રીક નોંધાવે તેવી કરી કામના

જોજનો સાત સમંદર પાર દુરના સીમાડાથી ખાસ અમેરિકાના ફલોરીડા ટેમ્પા શહેરમાં વસવાટ કરતા પૂજાબેન ફુલારાએ આજે સોમનાથ મહાદેવને 425 જેટલા કમળ ફૂલો ચઢાવી અને છપ્પન ભોગનો મહાથાળ ધરી સોમનાથ મહાદેવ સમક્ષ આગામી ચુંટણીમાં નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય દિવ્ય વિજય થાય તે માટે વિશેષ પૂજ કરી.34 વરસીય પૂજા અમેરિકામાં મેડીકલ ક્ષેત્રમાં વ્યવસાય કરે છે તેઓ કહે છે કે નરેન્દ્ર મોદી એક એવું વ્યકિતત્વ છે કે જેેણે દેશ-વિદેશમાં રહેતા વિશ્ર્વભરમાં ભારતીયોનું નામ રોશન કર્યુ.

આવી જ પૂજા અને 425 કમળ ફૂલો તથા છપ્પન ભોગ આજ કલ્યાણકારી હેતુ માટે ગઇકાલે દ્વારકામાં ભગવાન દ્વારકાધિશ મંદિરે કરી હતી. કમળફૂલો સ્થાનિકમાં આટલા જથ્થામાં મળતા ન હોઇ જેથી ખાસ બીજા રાજયોમાં વાહન અને કિંમત મોકલી ખાસ મંગાવે છે.

સોમનાથ અને દ્વારકામાં કુલ 950 કમળફૂલો ચઢાવાયા અને હ્રદય અને ભાવપૂર્વક પ્રાર્થના કરી આગામી ચુંટણીમાં નરેન્દ્રભાઇ મોદી જ વડાપ્રધાન બને તેવી કામના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.