Abtak Media Google News

હોમ કવોરન્ટાઈન કરાયેલા લોકો ઘરમાંથી ભાગશે તો તેઓની સામે એફઆઈઆર કરાશે: જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મહાપાલિકા દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા પણ કરાશે

વિશ્ર્વભરમાં મહામારી રૂપે ફેલાયેલા કોરોના વાયરસે ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાથી ૧ વ્યક્તિનું મોત નિપજયું હતું. ૨૯ પોઝીટીવ કેસો મળી આવ્યા છે. ત્યારે સરકારના આદેશ મુજબ વિદેશથી ફરીને આવેલા લોકો અને તેઓના પરિવારજનોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં કુલ ૨૧૨૪ લોકોને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે. સાથો સાથ તેઓએ એ વાતનો પણ ઉલ્લેખ કયો છે કે હોમ કવોરન્ટાઈન કરાયેલા લોકો જો ઘરથી ભાગશે કે ભાગવાનો પ્રયાસ કરશે તો તેઓની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે. તેઓને ઘર સુધી જીવન જરૂરીયાતની વસ્તુઓ પહોંચાડવા માટે મહાપાલિકા દ્વારા પુરતી વસ્તુ પુરી પાડવામાં આવશે.

1.Monday 2 1

મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં આજ સુધીમાં ૨૧૨૪ હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૬૭૮ લોકો વિદેશમાંથી ફરીને આવ્યા હોય તેવા છે અને બાકીના લોકો તેના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા હોય તેવા લોકો છે. જેઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે. તેમના ઘરની પહાર એ સ્ટીકર લગાવવામાં આવ્યું છે. જેમાં કઈ તારીખથી કઈ તરીખ સુધી હોમ કવોરન્ટાઈન રહેશે તેની વિગત દર્શાવવામાં આવી છે. આ તારીખ સુધી બહારથી અન્ય લોકોએ તેના ઘરમાં ન જવા કે હોમ કવોરન્ટાઈન કરાયેલા લોકોને પણ ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી છે. છતાં જો હોમ કવોરન્ટાઈન કરાયેલા  લોકો ઘરની બહાર નીકળવાનો કે ભાગવાનો પ્રયાસ કરશે તો તેઓની સામે એફઆઈઆર દાખલવામાં આવશે. આ માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે અને મહાપાલિકા દ્વારા આ જાહેરનામાની અમલવારી માટેની જવાબદારી પણ નિભાવવામાં આવી રહી છે.

હોમ કવોરન્ટાઈન કરાયેલા લોકોને જીવન જરૂરીયાતની વસ્ત મળી રહે તે માટે કરિયાણાના વેપારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. તેમાં વેપારીઓએ ફ્રી હોમ ડીલીવરીની સર્વિસ આપવાની પણ ખાતરી આપી છે. રાજકોટવાસીઓને કામ સીવાય ઘરની બહાર ન નીકળવા અને સરકારના તમામ આદેશોનું ચુસ્તપણે પાલન કરવા પણ તેઓએ અપીલ કરી છે.

મ્યુનિ. કમિશનરના નામે ખોટો વોટ્સએપ મેસેજ મોકલનાર સામે એફ.આઈ.આર.

654 1

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલ પરિસ્થિતી તેમજ રાજયમાં જોવા મળેલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ધ્યાને લેતા ગુજરાત સરકાર દ્વારા નં.જીપી/૯/એનસીવી/૧૦૨૦૨૦/એસએફ૧/જી તારીખ ૧૩/૩/૨૦૨૦ના નોટીફીકેશનથી રાજયમાં ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન,૨૦૨૦ લાગુ કરવામાં આવેલ છે, અને આ રેગ્યુલેશનથી સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની પુર્વ મંજુરી સિવાય કોરોના વાયરસને લગતી કોઇ પણ માહિતી જાહેર કરવાની મનાઇ ફરમાવેલ છે, તેમ છતાં હાલમાં કોઇ અજાણ્યા ઇસમ/ઇસમો દ્વારા કોરોના વાયરસને મારવા માટેની દવાનો છંટકાવ કરવાનો હોય રાત્રીના ૧૦ થી સવારના ૫ સુધી ઘરની બહાર ન નીકળવા અંગેના મેસેજ કમિશનર, મહાનગરપાલિકાના નામે બદઇરાદાથી પ્રજામાં ભય ફેલાય તેવા તદ્દન બેબુનિયાદ અને પાયાવિહોણા મેસેજ કોઇપણ જાતની ખરાઇ કર્યા વિના વોટસએપ મારફત જાહેરમાં વાયરલ કરેલ હોય આવા મેસેજથી ગેરમાર્ગે ન દોરાવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પ્રજાને અપીલ કરેલ છે, તેમજ આવા ગેરમાર્ગે દોરનાર મેસેજ વાયરલ કરનાર ઇસમો સામે રાજકોટ પોલીસ વિભાગ દ્વારા ફોજદારી ગુનો પણ નોંધેલ હોય આવા મેસેજ વાયરલ ન કરવા પણ અપીલ કરેલ છે.

લોકડાઉનના નિર્ણયને સમર્થન આપવા રાજકોટવાસીઓને પદાધિકારીઓની અપીલ

Padadhikari Photos

કોરોના વાઇરસના અનુસંધાને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૨ માર્ચના રોજ જનતા કર્ફ્યુનું આહવાન કરેલ. જેના અનુસંધાને રાજકોટ શહેરમાં પણ તમામ નગરજનો, જુદા જુદા એસોસિએશનઓ દ્વારા જબરદસ્ત જનસમર્થન આપવામાં આવેલ. તેમજ સાંજના ૦૫:૦૦ થી ૦૫:૦૫ જુધી ઘંટરાવ કરી કોરોના અંતર્ગત ફરજ બજાવતા કર્મીઓને પ્રોત્સાહિત કરેલ તે બદલ પદાધિકારીઓ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી તથા દંડક અજયભાઈ પરમારે આભાર વ્યકત કરેલ.

વિશેષમાં, રાજય સરકાર દ્વારા ૨૫ માર્ચ સુધી લોકડાઉનનો નિર્ણય કરેલ છે. આ નિર્ણયને પણ સમર્થન આપવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે. કોરોના વાઇરસને અટકાવવા લોકડાઉન ખુબજ અગત્યનો નિર્ણય છે. કામ સિવાય લોકોએ ઘરની બહાર નીકળવું નહિ અને ખાસ કરીને સિનિયર સીટીઝનો તેમજ બાળકોને ખાસ બહાર નહિ લઇ જવા અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.