Abtak Media Google News
  • વજન વધે એટલે સૌથી પહેલાં પેટ પર ચરબી વધવા લાગે છે.

હેલ્થ ન્યૂઝ : બેસી રહેવાની જોબ, ન્યૂટ્રીશન્સની કમી, ખરાબ ડાયટ અને હોર્મોનલ ચેન્જિસને કારણે આજકાલ લોકોમાં વજન વધવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય તેની સૌથી વધુ અસર પેટ પર દેખાય છે. વજન વધે એટલે સૌથી પહેલાં પેટ પર ચરબી વધવા લાગે છે. પણ તેના માટે ચિંતા કરવાની જરૂર નથી. પેટ પર વધતી ચરબીને સ્ટોપ કરી શકાય છે અને ઓછી પણ કરી શકાય છે. તેના માટે બસ થોડું ધ્યાન રાખવું પડશે અને કેટલીક અહીં જણાવેલી સરળ અને સસ્તી ટિપ્સ અજમાવી પડશે. તો રાહ શેની જુઓ છો આ ટિપ્સ નોંધી લો અને રોજ અપનાવીને મેળવો ફ્લેટ ટમી.Fat 02 1

નવશેકું પાણી

આખા દિવસમાં ઓછામાં ઓછું 3-4 ગ્લાસ નવશેકું પાણી પીવું. આનાથી પેટની ચરબી ઝડપથી ઓગળશે.

જમતી વખતે પાણી

ભોજન કરતી વખતે પાણી ન પીવું. તેનાથી ખોરાક બરાબર પચતો નથી અને ફેટ વધવા લાગે છે. જેથી ભોજન કર્યાના 30-40 મિનિટ બાદ જ પાણી પીવું.

લીલાં શાકભાજી

ડાયટમાં પાલક, મેથી અને કોબીજ જેવા લીલાં શાકભાજી સામેલ કરો. તેમાં ફાયબર ભરપૂર હોય છે. જેનાથી પેટ પર ફેટ વધતું નથી.

કલોંજી

એક ગ્લાસ પાણીમાં કલોંજીના તેલના થોડા ટીપાં અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો. આવું દિવસમાં બેવાર કરવાથી પેટની ચરબી ઓછી થાય છે.

દહીં

રોજ 1 વાટકી દહીં ખાઓ. આમાં રહેલું કેલ્શિયમ ટમી ફેટ વધારતાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ કંટ્રોલ કરી પેટ ઓછું કરવામાં મદદ કરે છે.

બદામ

રોજ 4-5 બદામ ખાઓ. આમાં રહેલાં વિટામિન ઈ, પોલીસેચુરેટેડ અને મોનોસેચુરેટેડ ફેટ્સ ભૂખને કંટ્રોલ કરે છે. તેનાથી પેટની ચરબી ઓછી કરવામાં મદદ મળે છે.

અળસી

અળસીમાં ભરપૂર ઓમેગા-3 ફેટી એસિડ અને આયર્ન હોય છે. રોજ એક ચમચી અળસી ખાવાથી પેટની ચરબી વધતી નથી.

ચણા અને જવ

ઘઉંની રોટલી ઓછી ખાઓ. તેની જગ્યાએ ચણા અને જવના લોટની રોટલી ખાઓ. આમાં કેલરી અને કાર્બોહાઈડ્રેટ્સ ઓછી માત્રામાં હોય છે.

વરિયાળીવાળું પાણી

રેગ્યુલર 1 કપ પાણીમાં 1 ચમચી વરિયાળી નાખીને ઉકાળીને પીવો. આનાથી ડાઈજેશન સુધરે છે અને પેટની ચરબી પણ ઘટે છે.

ગ્રીન ટી

રોજ 2 કપ ગ્રીન ટી પીવો. તેમાં રહેલું કેટેચિન અને એન્ટીઓક્સીડેન્ટ્સ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને મેટાબોલિઝ્મ બૂસ્ટ કરે છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.